ગુજરાત લઈ જવા માટેની ડુપ્લિકેટ વ્હિસ્કીની ૪૮ બૉટલો જપ્ત કરાઈ

08 October, 2012 06:02 AM IST  | 

ગુજરાત લઈ જવા માટેની ડુપ્લિકેટ વ્હિસ્કીની ૪૮ બૉટલો જપ્ત કરાઈ


એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના એક સિનિયર ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બાંદરાથી એક મિત્સુબિશી લૅન્સર કારમાં દારૂનો જથ્થો ગુજરાત મોકલવામાં આવી રહ્યો છે એવી માહિતી મળતાં અમે છટકું ગોઠવ્યું હતું. અમે દારૂ સાથે કાર પણ જપ્ત કરી છે. અમને ત્યાર બાદ ખબર પડી હતી કે આ બૉટલો વાકોલામાં એક ગોડાઉનમાં ભરવામાં આવી છે એથી એ ગોડાઉન પર પણ રેઇડ પાડવામાં આવી હતી. વાકોલાના ગોડાઉનમાંથી ૫૮ લાખ રૂપિયાની વ્હિસ્કી જપ્ત કરવામાં આવી હતી. અમે બાંદરામાંથી એક જણની ધરપકડ કર્યા બાદ તેણે અમને કહ્યું હતું કે એ બૉટલ દાદરમાં રહેતો એક માણસ ગુજરાત પહોંચાડવાનો હતો એટલે અમે તેની જ કારમાં ગયા હતા અને ગુજરાતમાં ડિલિવરી કરનાર માણસને પણ પકડી લીધો હતો. અમે તેમને ખાલી બૉટલ પૂરી પાડતા માણસની પણ ધારાવીમાંથી ધરપકડ કરી છે. આ કેસમાં અમે કુલ ચાર માણસોની ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે‍ તેમને બે દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી અને હવે તેમને જેલ-કસ્ટડી આપવામાં આવી છે.’