મહારાષ્ટ્ર ATSએ એક શંકાસ્પદને ઝડપ્યો, આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હોવાની આશંકા 

18 September, 2021 08:27 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન સંગઠિત ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ કરવાના કેસમાં મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS)એ મુંબઈથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન સંગઠિત ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ કરવાના કેસમાં મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS)એ મુંબઈથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. 

પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝાકીર નામનો આ વ્યક્તિ શુક્રવારે રાત્રે એક ઓપરેશન દરમિયાન ઉપનગરીય જોગેશ્વરીથી પકડાયો હતો. બાદમાં તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા તાલીમ પામેલા બે આતંકવાદીઓ સહિત છ લોકોની ધરપકડ સાથે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદીઓએ દેશભરમાં અનેક વિસ્ફોટો કરવાનું કાવતરું ઘડ્યું હતું. છ શંકાસ્પદ આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ શેખ મુંબઈના ધારાવીનો રહેવાસી છે. સૂત્રોએ જણાવ્યું કે પકડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન ઝાકીરનું નામ સામે આવ્યું છે.

mumbai mumbai news maharashtra anti-terrorism squad