મહાલક્ષ્મી- તુલસીવાડીના રહેવાસીની વિજળી બિલ મામલે બેસ્ટ સમક્ષ રજૂઆત

26 September, 2020 11:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મહાલક્ષ્મી- તુલસીવાડીના રહેવાસીની વિજળી બિલ મામલે બેસ્ટ સમક્ષ રજૂઆત

બેસ્ટના ઑફિસરો પાસે બિલ બતાવીને રજૂઆત કરતા રહેવાસીઓ

મહાલક્ષ્મી-તુલસીવાડી ‌વિસ્તારના રહેવાસીઓ કે જેઓનું ઇલેક્ટ્રિક બિલ પાંચથી છ મહિના નહોતું આવ્યું અને અચાનક એકસાથે મોટું બિલ આવતાં રહેવાસીઓ ભરી શક્યા નહોતા, એ માટે હેલ્પ મી ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે સવારે દસથી એક વાગ્યા સુધી બેસ્ટના ઑફિસરો સાથે એ-૧ના હોલમાં અરુંધતી દૂધવડકર નગરસે‌વિકાના સહયોગથી એક કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાબતે મા‌હિતી આપતાં હેલ્પ મી ફાઉન્ડેશનના ચૅરમૅન હરીશ ધારિયાએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે જે લોકોનું મોટાભાગે ૧૩૦૦થી ૧૫૦૦ રૂ‌પિયાની વચ્ચે દર મ‌હિને બિલ આવતું એ લોકોને ૮૦૦૦ જેટલું ઇલેક્ટ્રિક બિલ આવ્યું હતું, આથી અમે લોકોએ નગરસે‌વિકાના સહયોગથી બેસ્ટના ‌ઑફિસરો સાથે એક કૅમ્પનું આયોજન કર્યું હતું. જેઓના બિલ વધુ આવ્યા છે એ લોકોનું મીટર-રીડિંગ કરાશે અને એ પછી જે હશે એમાંથી બિલ માઇનસ કરી દેવાશે એવું આશ્વાસન પણ આપ્યું હતું. બેસ્ટના ઑફિસરે રહેવાસીઓને પોતાનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો હતો અને કહ્યું હતું કે કોઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને સંપર્ક કરજો.

mumbai mumbai news mahalaxmi