04 September, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાજ્યની તમામ સ્કૂલોને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓની સ્કૂલબૅગનું વજન તેમના શરીરના કુલ વજનના ૧૦ ટકાથી વધુ ન થાય અેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્કૂલ એજ્યુકેશન કમિશનર દ્વારા પહેલી સપ્ટેમ્બરે આ વિશે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ-એઇડેડ અને પ્રાઇવેટ સ્કૂલોને સમાન રીતે લાગુ પડશે.
નવી ગાઇડલાઇન્સ મુજબ સ્કૂલોને તેમનું ટાઇમટેબલ એવી રીતે તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓએ માત્ર એ જ દિવસ માટે જરૂરી બુક્સ, નોટબુકો અને અન્ય મટીરિયલ લાવવાની જરૂર પડે એટલે બૅગના વજનમાં મોટો ઘટાડો થઈ શકે.
ગાઇડલાઇન્સમાં સ્કૂલો દ્વારા બૅગના વજનનું નિયમિત મૉનિટરિંગ કરવા અને ભારે બૅગ ઊંચકવાથી બાળકોમાં થતી શારીરિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.