✕

ખેડૂતોના મોરચાને રોકી દેવામાં સરકારને મળી સફળતા

28 October, 2026 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના વીસથી વધુ જિલ્લાઓમાંથી સેંકડો ખેડૂતો વાહનોના મોટા કાફલા સાથે નાશિક જિલ્લા થઈને મુંબઈ તરફ રવાના થયા હતા

ગઈ કાલે શહાપુરમાં ખેડૂતો.

ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામીણ શ્રમજીવીઓના પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેતૃત્વ હેઠળ ગઈ કાલે અહિલ્યાનગર જિલ્લાના અકોલેથી રાજ્યવ્યાપી વાહનરૅલી-લૉન્ગ માર્ચ શરૂ થઈ હતી. મહારાષ્ટ્રના વીસથી વધુ જિલ્લાઓમાંથી સેંકડો ખેડૂતો વાહનોના મોટા કાફલા સાથે નાશિક જિલ્લા થઈને મુંબઈ તરફ રવાના થયા હતા. આ કાફલો મંગળવારે મોડી રાત્રે મુંબઈના આઝાદ મેદાન પહોંચે એવી અપેક્ષા હતી. એ પહેલાં જ શહાપુર પાસે એને અટકાવી દેવાયો હતો. દુકાળગ્રસ્ત ખેડૂતોને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફન્ડના નિર્ધારિત સ્ટાન્ડર્ડ્સ કરતાં વધુ સહાય કરવામાં આવશે અને નમો શેતકરી મહાસન્માન નિધિ સ્કીમના બે હપ્તાની ચુકવણી પણ તરત જ કરવામાં આવશે એવી ખાતરી સરકાર દ્વારા મળતાં ખેડૂત આગેવાનોએ એ મોરચો સમેટી લીધો હતો. જોકે આ બાબતે સઘન ચર્ચા હવે ૪ નવેમ્બરે થવાની છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra