ગુજરાતી સ્ટુડન્ટના પ્રયાસથી એમકૉમ અને સીએના વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર

01 November, 2011 08:02 PM IST  | 

ગુજરાતી સ્ટુડન્ટના પ્રયાસથી એમકૉમ અને સીએના વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર

 

(રિન્કિતા ગુરવ)

મુંબઈ, તા. ૧

સીએની પરીક્ષાઓ ૧થી ૧૮ નવેમ્બર સુધી ચાલતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓને પોતાની એમકૉમની પરીક્ષાઓમાં ગેરહાજર રહેવાની નોબત લાવી દીધી હતી. ઘાટકોપરના પોદાર કૉલેજના વિદ્યાર્થી ૨૧ વર્ષના મંથન મહેતાએ કહ્યું હતું કે ‘માત્ર તારીખ જ નહીં, પરીક્ષાનો સમય પણ સરખો હતો. સીએનું પેપર બપોરે ૨થી ૫ વાગ્યા વચ્ચે હતું તો એમકૉમનો સમય ૧થી ૩ વાગ્યાનો હતો.’

મંથને આ માટે હાયર એજ્યુકેશનના કૅબિનેટ મિનિસ્ટર રાજેશ ટોપેને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે પત્ર પણ લખ્યો હતો. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે સીએની પરીક્ષા અઘરી હોવા છતાં એ આપવી જરૂરી છે. જોકે મુંબઈ યુનિવર્સિટીએ સીએની પરીક્ષાની તારીખોને જોતાં સ્ટ્રૅટેજિક મૅનેજમેન્ટ ઑફ એમકૉમ (પાર્ટ-૧) તથા રિસર્ચ મેથડોલૉજી ઑફ એમકૉમ (પાર્ટ-૨)ની પરીક્ષાઓ ૨૬ તથા ૨૮ નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. ખારના સાગર દેઢિયાએ કહ્યું હતું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એમકૉમની પરીક્ષા ઑક્ટોબરને બદલે માર્ચમાં જ આપવાનું વધુ પસંદ કરે છે.