પુણેથી ફેફસાંને એક કલાકમાં હૈદરાબાદ પહોચાડવામાં આવ્યું

17 August, 2020 02:54 PM IST  |  Pune | Gujarati Mid-Day Online Correspondent

પુણેથી ફેફસાંને એક કલાકમાં હૈદરાબાદ પહોચાડવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદ(Hyderabad)કિમ્સ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહેલા દરદીએ તેલંગણા સરકારની જીવનદાન સ્કીમમાં પોતાનું નામ રજીસ્ટર કરાવ્યુ હતું. બીજીબાજુ પુણે(Pune)ની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં યુવાનનું મૃત્યુ થતા તેનું કુટુંબ અંગ દાન કરવા માટે આગળ આવતા પુણેના ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર (ઝેડટીસીસી)એ સુનિશ્ચિત કર્યું કે હૈદરાબાદમાં ફેફસું સમયસર પહોંચે.

તેલંગણાના જીવનદાનના ઈન-ચાર્જ ડો.સ્વર્નલતા અને ઝેડટીસીસી પુણેની સેન્ટ્રલ કોઓર્ડિનેટર આરતી ગોખલેએ પરિહવનમાં મુશ્કેલી ન આવે તેની ખાતરી કરી હતી.

પુણેથી હૈદરાબાદ ચાર્ટડ ફ્લાઈટ દ્વારા ફેફસુ લાવવામાં આવ્યુ અને બંને શહેરના ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી હતી. તેમ જ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ સહયોગ કર્યો હતો.

અંતે 560 કિલોમીટરનો પ્રવાસ એક કલાકની અંદર પુરો થયો હતો. કિમ્સના ડોક્ટર્સે કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા ડોનરનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે તેની ખાતરી કરવામાં આવી હતી.

mumbai pune hyderabad