રાંધણગૅસના સિલિન્ડરના ભાવમાં ૩ રૂપિયાનો વધારો

30 October, 2014 05:49 AM IST  | 

રાંધણગૅસના સિલિન્ડરના ભાવમાં ૩ રૂપિયાનો વધારો



ડીલર્સનું કમિશન છેલ્લે ડિસેમ્બર ૨૦૧૩માં વધારવામાં આવ્યું હતું. એ વખતે કમિશન સિલિન્ડરદીઠ ૩.૪૬ રૂપિયા વધારીને ૪૦.૭૧ રૂપિયા થયું હતું. આ કમિશન-વૃદ્ધિ ગ્રાહકો પર નાખવાનો ચીલો હોવાથી એ પ્રમાણે ૨૩ ઑક્ટોબરથી ગ્રાહકોએ વધારે રકમ ચૂકવવાની રહેશે. એથી દિલ્હીમાં અગાઉ ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ ૪૧૪ રૂપિયા હતો એ હવે વધારીને ૪૧૭ રૂપિયા થયો છે.

મુંબઈમાં આ સબ્સિડાઇઝ્ડ સિલિન્ડરનો ભાવ અગાઉ ૪૪૮.૫૦ રૂપિયા હતો એ વધારીને ૪૫૨ રૂપિયા કરવામાં આવ્યો છે. ગયા ડિસેમ્બરમાં ડીલરોના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવી એ પૂર્વે ઑક્ટોબર ૨૦૧૨માં ડીલરોને કમિશન-વૃદ્ધિ આપવાને કારણે સિલિન્ડરનો ભાવ ૩૯૯ રૂપિયાથી વધારીને ૪૧૦.૫૦ રૂપિયા કરાયો હતો.

ડીલર્સના કમિશનમાં વધારાને કારણે નૉન-સબ્સિડાઇઝ્ડ LPGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોઈ પણ ગ્રાહક ઓછા ભાવનાં ૧૨ સિલિન્ડર્સ ખરીદે એ પછીના ૧૪.૨ કિલોના દરેક સિલિન્ડરનો ભાવ ૮૮૦ રૂપિયાથી વધારીને ૮૮૩.૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આખા દેશમાં ૧૩,૮૯૬ ગૅસ-ડિસ્ટ્રિબ્યુટર્સને લાભ થશે.