લોખંડવાલા અને ઓશિવરાના રહેવાસીઓ પીવાના દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન

23 August, 2019 02:31 PM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

લોખંડવાલા અને ઓશિવરાના રહેવાસીઓ પીવાના દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન

રહેવાસીઓ પીવાના દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન

લોખંડવાલા અને ઓશિવરાના રહેવાસીઓ માટે પાણીની સમસ્યા દૂર થવાનું નામ જ નથી લેતી. છેલ્લા આઠ દિવસથી આ વિસ્તારના સ્થાનિકો દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. દુર્ગંધને કારણે તેઓ નાહવા કે પીવા સિવાયના હેતુઓ માટે પાણીનો ઉપયોગ નથી કરી રહ્યા. વળી કેટલાક લોકોએ દૂષિત પાણીને કારણે બાળકો બીમાર પડી રહ્યાં હોવાની ફરિયાદ પણ કરી હતી. બીએમસીએ દૂષિત પાણીની સમસ્યા પાછળનું કારણ જાણવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે છતાં આ સમસ્યા હજી યથાવત્ છે એમ રહેવાસીઓએ જણાવ્યું હતું.
શહેરે નિયમિતપણે પાણીપુરવઠો મેળવવાનું શરૂ કર્યું ત્યાર બાદ અંધેરી-પશ્ચિમના આ વિસ્તારોના સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે પૅકેજ્ડ બૉટલ્ડ વૉટરને કારણે તેમનો ઘરખર્ચ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે દૂષિત પાણી આવતું હોવાને કારણે તેમણે રસોઈ, પીવા તથા નાહવા માટે પણ પૅકેજ્ડ વૉટરનો ઉપયોગ કરવો પડે છે.
આ વિસ્તારમાં ઘરવાળાઓ રોજ ૨૦ લીટર કરતાં વધુ પૅકેજ્ડ વૉટરનો વપરાશ કરે છે.

mumbai lokhandwala oshiwara