21 May, 2024 07:46 AM IST | Mumbai | Mehul Jethva
મનાલી શાહ
મીરા રોડ-ઈસ્ટમાં રહેતી ૨૯ વર્ષની મનાલી શાહ ગઈ કાલે સવારે ભાઈંદરની સેન્ટ જે.વી.એસ. સ્કૂલમાં મતદાન કરવા ગઈ હતી. સવારે હું ઉત્સાહ સાથે મીરા રોડથી ભાઈંદર વોટિંગ કરવા ગઈ ત્યારે મારા નામે બીજું કોઈક વોટિંગ કરી ગયું હોવાનું કહેવામાં આવતાં મને મોટો ધક્કો લાગ્યો હતો એમ જણાવીને મનાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ત્યાં હાજર પોલિંગ-અધિકારીઓને મારા બધા જ ડૉક્યુમેન્ટ્સ બતાવીને મારી આંગળી પણ દેખાડી હતી. જોકે તેઓ મારી મદદ કરવામાં અસમર્થ રહ્યા હતા. મને વોટિંગ કરવા મળે એ હેતુથી હું અમારા વિસ્તારની ઇલેક્શન ઑફિસ પર પણ ગઈ હતી જેમાં મારા કલાકો બગડ્યા હતા. અંતે મેં તેમને લેખિત ફરિયાદ કરી હતી. આ બધા વચ્ચે મારો અને મારા પરિવારનો મૂડ અપસેટ થઈ ગયો હતો.’