લૉકડાઉન ટૅક્સી-ડ્રાઇવરો માટે ઇમર્જન્સી કરતાં પણ બદતર

09 July, 2020 04:11 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

લૉકડાઉન ટૅક્સી-ડ્રાઇવરો માટે ઇમર્જન્સી કરતાં પણ બદતર

મુંબઈ લૉકડાઉનનો સમયગાળો ટૅક્સી-ડ્રાઇવરો માટે ૧૯૭૦ના દાયકામાં કટોકટી દરમિયાન લાગુ કરવામાં આવેલા વિવાદાસ્પદ મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યૉરિટી ઍક્ટ (મિસા) કરતાં પણ વધુ ખરાબ હતો તેમ મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના નેતા ઍન્થની એલ. ક્વાડ્રોસે બુધવારે અંધેરી ટ્રાન્સપોર્ટ ઑફિસ ખાતે યોજાયેલી ટ્રાન્સપોર્ટ ટાસ્ક ફોર્સ મીટિંગમાં જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે કટોકટીના એ દિવસોના તેઓ સાક્ષી રહ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે મિશન બિગિન અગેઇન હેઠળ જાહેર પરિવહન પુનઃ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે અને તમામ પરિવહનના હિતધારકો સાથેની એની પ્રથમ બેઠકો ઉગ્ર પુરવાર થઈ હતી, જેમાં ટૅક્સી અને ઑટો યુનિયનોએ તેમના વ્યવસાયોને તાકીદે પુનઃ શરૂ કરવાની માગણી કરી હતી.
‘ઑટો લોન માફ કરો’
ટૅક્સી યુનિયનોએ લઘુતમ ભાડું બાવીસથી વધારીને પચીસ રૂપિયા કરવાની માગણી કરી છે તેમજ માસિક નાણાંકીય વળતરની માગણી કરી છે, ત્યારે મુંબઇ ઑટોમેન્સ યુનિયનના નેતા શશાંક શરદ રાવે જણાવ્યું હતું કે તમામ ઑટો-ડ્રાઇવરોને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે ૧૦,૦૦૦ની માસિક રકમ મળવી જોઈએ સાથે જ તેમણે ઑટો લોન માફ કરવાની પણ માગણી કરી હતી.
પેટાસમિતિમાં મને નિયુક્ત કરવા બદલ હું સરકારનો આભાર માનું છું, પણ ખરું કહું તો ભૂતકાળમાં આવી ઘણી પૅનલ નિયુક્ત થઈ ચૂકી છે અને આવા તમામ અહેવાલો માત્ર કાગળ પર રહી ગયા છે એમ ક્વાડ્રોસે જણાવ્યું હતું. સરકારે ડ્રાઇવરોને પાંચમી જૂનથી બે એસેન્શિયલ પૅસેન્જરને અને ૨૬ જૂનથી ચાર વ્યક્તિઓને લેવાની છૂટ આપી છે.

rajendra aklekar mumbai news mumbai