Lockdown Outbreak: NSCIના ક્લબમાંથી 15 લાખ રૂપિયાનો દારૂ ગુમ!

20 May, 2020 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lockdown Outbreak: NSCIના ક્લબમાંથી 15 લાખ રૂપિયાનો દારૂ ગુમ!

મલબાર હિલ ક્લબ

લૉકડાઉન શરૂ થયું ત્યારથી નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઈન્ડિયા (NSCI)માંથી 15 લાખ રૂપિયાનું દારૂ તેમના પ્રાંગણમાંથી ચોરાયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. બાર વિભાગને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે સીલ કરી દીધો છે. મલબાર હીલ ક્લબમાંથી એક લાખ રૂપિયાની કિંમતનું દારૂ ચોરાયું હોવાની ફરિયાદ નોંધાયા બાદ આખો મામલો સામે આવ્યો હતો.

ક્લબની બહાર કમિટિ મેમ્બરો ગેરકાયદે દારૂનું વેચાણ કરી રહ્યાં હોવાની ખબર રવિવારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંગ અને એક્સાઈઝ ખાતાને મળી હતી. ત્યારબાદ પ્રાથમિક તપાસ કરીને એક્સાઈઝ વિભાગે બાર વિભાગ સીલ કરી દીધો હતો. પરંતુ વધુ તપાસ માટે તેઓ ફછી ત્યાં પાછા જઈ શક્યા નહોતા. કારણકે ક્લબનો ઉપયોગ પાલિકા કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવા ક્વોરન્ટાઈન વોર્ડ તરીકે કરી રહી છે.

એક્સાઈઝ વિભાગના પોલીસ ઈન્સપેક્ટર સંતાજી લાડે કહ્યું હતું કે, રવિવારે અમને ફરિયાદ મળી હતી કે એનએસસીઆઈમાંથી 15 લાખ રૂપિયા કરતા વધુની કિંમતનું દારૂ ચોરાય ગયું છે. સોમવારે અમે દારૂ વિભાગને સીલ કરી દીધો હતો.

એનએસસીઆઈના ચેરમેન કમલેશ તલરેજાએ કહ્યું હતું કે, ક્લબમાં કોઈ જ સ્ટાફ નથી અને હું છું વૃદ્ધ એટલે આવી ગંભીર પરિસ્થિતિના સમયમાં આખી જગ્યાનું ધ્યાન રાખવા હું સક્ષમ નથી. એનએસસીઆઈનું ડોમ અત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવી રહ્યું છે અને 600 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. મને જેટલું ખબર હતું અને મારી પાસે જે પણ માહિતિ હતી મેં તે બધી જ એક્સાઈ વિભાગના અધિકારીને આપી છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news malabar hill