લૉકડાઉન ઇફેક્ટ: ખંડાલા ઘાટમાં અકસ્માત અડધોઅડધ ઘટ્યા

06 January, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન ઇફેક્ટ: ખંડાલા ઘાટમાં અકસ્માત અડધોઅડધ ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

રાયગડ જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં ટ્રાફિકના નિયમો અને કાયદાનો ભંગ કરવા બદલ ૧.૪ લાખ વાહનચાલકો પાસેથી દંડરૂપે ૬.૩૮ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. સ્પીડિંગ અને લેન કટિંગ જેવા ગુના માટે ૧,૪૫,૦૭૬ વાહનચાલકો અને માલિકોને દંડિત કર્યા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

ટ્રાફિક ખાતાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦ દરમ્યાન કોરોના રોગચાળાના લૉકડાઉન દરમ્યાન ખંડાલા ઘાટમાં અકસ્માતોનું પ્રમાણ ૪૯ ટકા ઘટ્યું હતું. વર્ષ દરમ્યાન રાયગડ જિલ્લામાં ૮૧ અકસ્માતોમાં ૩૦ જણ માર્યા ગયા હતા અને ૬૩ જણ ગંભીર ઈજા પામ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

mumbai mumbai news raigad alibaug lockdown khandala