MMRમાં કેસ અંકુશમાં આવશે તો મુંબઈમાં લોકલ ટ્રેન શરૂ થશે:ઇકબાલ સિંહ ચહલ

27 July, 2020 01:31 PM IST  |  Mumbai Desk | Agencies

MMRમાં કેસ અંકુશમાં આવશે તો મુંબઈમાં લોકલ ટ્રેન શરૂ થશે:ઇકબાલ સિંહ ચહલ

મુંબઇ લોકલ (ફાઇલ ફોટો)

મુંબઈમાં છેલ્લા બે મહિનાથી દૈનિક કેસનો આંકડો ૧૭૦૦ને પાર થયો નથી અને શહેરને અનલૉક કરી શકાયું હોત, પરંતુ સીમા પરના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં કોવિડના વધી રહેલા કેસને કારણે આમ કરવું હિતાવહ નથી, એમ બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે શનિવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં કેસનો વૃદ્ધિદર આશરે એક ટકો છે, પરંતુ (શહેરની બહાર) એમએમઆરમાં કેસ વધી રહ્યા છે.
અત્યારે મુંબઈનો ડબલિંગ રેટ ૬૪ દિવસનો છે, જ્યારે એમએમઆર મુંબઈની હાલની સ્થિતિ સુધી પહોંચે ત્યારે આપણે (લોકલ ટ્રેન) પરિવહન વ્યવસ્થા પુનઃ શરૂ કરી શકીશું, એમ તેમણે નોંધ્યું હતું.
ચહલે જણાવ્યું હતું કે ૨૦ મિલ્યન કરતાં વધુ વસ્તી ધરાવતા શહેરમાં દૈનિક ૨૦૦ કરતાં ઓછા હૉસ્પિટલ બેડની જરૂર પડતી હોય તો એનો અર્થ એ કે પહેલાં કરતાં પરિસ્થિતિ ઘણી બહેતર જણાઈ રહી છે.
એમએમઆરની વસ્તી આશરે બે કરોડ છે અને એક વખત ટ્રેન શરૂ થઈ ગયા બાદ કલ્યાણ અને નાલાસોપારા જેવાં દૂરનાં સ્થળોએથી ટ્રેનો શરૂ થતી હોવાથી વિશાળ સંખ્યામાં લોકો શહેરમાં આવશે. એક વખત એમએમઆર સલામત તબક્કે પહોંચી જાય ત્યાર બાદ હું સ્વયં મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે)ને બધું શરૂ કરવાની ભલામણ કરીશ, એમ ચહલે જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai local train