મુંબઇ લોકલ બધા માટે શરૂ નહીં કરવામાં આવે તો આંદોલનની ચેતવણી

10 January, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ લોકલ બધા માટે શરૂ નહીં કરવામાં આવે તો આંદોલનની ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ લોકલ હાલ ફક્ત અત્યાવશ્યક સેવા માટે શરૂ કરવામાં આવી છે. અને હજી પણ સામાન્ય લોકો માટે બંધ છે. જો કે, રાજ્ય સરકારે કૉર્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે બધા માટે લોકલ ટ્રેન પર નિર્ણય આગામી સપ્તાહમાં લેવાની આશા છે. આ કારણે રેલવે પેસેન્જર્સ ફેડરેશને રેલવે આંદોલનને તત્કાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય, જો બધા માટે લોકલ શરૂ નહીં થાય તો આંદોલન હજી વધું ઝપડપી પણ કરવામાં આવશે.

સરકારમાં મંત્રીઓએ વારંવાર કહ્યું છે કે, "લોકલ શરૂ કરવા માટે સરકાર સકારાત્મક છે.", "ટૂંક સમયમાં જ બધા માટે લોકલ શરૂ કરવામાં આવી શકે છે, જો કે, બધા માટે લોકલ હજી સુધી શરૂ નથી થઈ. રેલવે પેસેન્જર્સ ફેડરેશનના અધ્યક્ષ નંદકુમાર દેશમુખે કહ્યું કે હવે ફક્ત ન્યાયપાલિકા પર વિશ્વાસ કરવામાં આવે છે."

રાજ્ય સરકાર સામાન્ય મનુષ્ય સાથે ભેદભાવ નથી કરતી પણ ન્યાય પાલિકાનું સન્માન જરૂર કરશે. પરિણામ સ્વરૂપે, બધા સંગઠનોએ સર્વસમ્મતિથી આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, જો લોકલ મંગળવાર સુધી બધા માટે શરૂ નહીં કરવામાં આવે, તો આંદોલન શરૂ થઈ જશે. આ ચેતવણી આપવામાં આવી છે અને આની સંપૂર્ણય જવાબદારી રાજ્ય પ્રશાસનની રહેશે.

mumbai mumbai news mumbai local train