હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં

01 November, 2011 07:47 PM IST  | 

હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં



ઓછા-વધતા વીજળીના દબાણને કારણે મહાવિતરણનાં વીજ-વિતરણનાં ઉપકરણો બગડી જાય છે એટલું જ નહીં; વીજળીના વપરાશકારોનાં ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર સહિત અનેક ઇલેક્ટ્રિક આઇટમો પણ શૉર્ટસર્કિટ થવાને કારણે બગડી જવાના બનાવમાં વધારો થયો છે. એના પર નિયંત્રણ લાવવા માટે મહાવિતરણ કંપનીએ કૅપેસિટર બૅકનો સહારો લીધો છે. ભાંડુપ પરિમંડળમાં આવતાં ભાંડુપ, મુલુંડ, થાણે સહિત વાશીમાં મહાવિતરણ કૅપેસિટર બૅક ઊભું કરવાની છે. મુલુંડ-વેસ્ટમાં સર્વોદય નગરમાં કૅપેસિટર બૅક બેસાડવામાં આવ્યું છે, જેને કારણે મુલુંડ વિસ્તારમાં નાગરિકોને અત્યારે યોગ્ય દબાણથી વીજપુરવઠો થઈ રહ્યો છે અને સાથે જ કૅપેસિટર બૅકના ઇક્વિપમેન્ટને કારણે વીજગળતરમાં ઘટાડો થયો છે. આ ઇક્વિપમેન્ટ બેસાડવા માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ મહાવિતરણને થયો છે, પણ વીજળીના ગળતરમાં થયેલા ઘટાડાને જોતાં હવે થાણે શહેરમાં આવાં ઇક્વિપમેન્ટ બેસાડવાનો નિર્ણય મહાવિતરણે લીધો છે. નવેમ્બરના અંત સુધીમાં અહીં કૅપેસિટર બૅક બેસાડવામાં આવશે.