લિટલ ચૅમ્પ

04 September, 2020 12:54 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

લિટલ ચૅમ્પ

શાબ્બાશ, ધ્યાન વિરાજ વોરા

અંધેરીમાં રહેતા સાડાછ વર્ષના ધ્યાન વિરાજ વોરાએ જનરલ નૉલેજના સવાલના જવાબ આપવાની સાથે ચાર રુબિક્સ ક્યુબ ત્રણ મિનિટ ને ૪૭ સેકન્ડમાં સૉલ્વ કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ ઑગસ્ટ મહિનામાં બનાવ્યો છે. ધ્યાનની મમ્મી નેહા વોરા જનરલ નૉલેજના સવાલ કરે તેમ જ વિવિધ કન્ટ્રીઓનાં ફ્લૅશ-કાર્ડ બતાવે જેને જોઈને જવાબ આપે અને રુબિક્સ પણ સૉલ્વ કરે. ધ્યાન ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડનો સૌથી યંગેસ્ટ કિડ છે કે જે રુબિક્સ સૉલ્વ કરવાની સાથે જનરલ નૉલેજના સવાલના જવાબ પણ આપે છે.
કોરોનાને કારણે લૉકડાઉન હોવાથી સ્કૂલમાં રજા હતી એટલે ઘરે રહીને ધ્યાને માર્ચ મહિનાથી રુબિક્સ શીખવાનું શરૂ કર્યું હતું એમ કહેતાં ધ્યાનની મમ્મી નેહા વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ધ્યાનને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવું શરૂઆતમાં એટલું ગમતું નહોતુંએથી એ શીખે એ માટે મેં પહેલાં રુબિક્સ ક્યુબ શીખવા ઑનલાઇન ક્લાસ જૉઇન કર્યા હતા ત્યારે અમુક દિવસો સુધી મેં ક્લાસ ચાલુ રાખ્યા અને મને જોઈને ધ્યાનનો રુબિક્સ શીખવા માટે રસ જાગ્યો અને એ મને જોઈ-જોઈને જાતે જ કયુબ શીખવા માંડ્યો હતો. અમુક જ દિવસમાં ધ્યાન રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવાનું શીખી ગયો હતો અને હવે તો બહુ ફાસ્ટ સૉલ્વ કરે છે અને હું તેને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરતાં-કરતાં જનરલ નૉલેજના સવાલ કરું જેનો તે જવાબ આપતો જાય અને રુબિક્સ સૉલ્વ કરતો જાય. આથી અમે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડનો સંપર્ક કરીને અપ્લાય કરી હતી. ધ્યાને 2 બાય 2, 3 બાય 3, રુબિક્સ ક્યુબ, સ્કેવ્બ અને પાયરામિન્ક્સને ૩ મિનિટ ૪૭ સેકન્ડમાં ચાર રુબિક્સ ક્યુબ સૉલ્વ કર્યા અને સાથે જનરલ નૉલેજના સવાલના જવાબ પણ આપતો ગયો અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડનું સર્ટિફિકેટ પણ મેળવ્યું. હવે તો ધ્યાન ૧૫ ક્યુબ સૉલ્વ કરતાં શીખી ગયો છે. ધ્યાન બહુ નાનો હતો ત્યારથી જ તેને જનરલ નૉલેજનું સારુંએવું નૉલેજ હતુ અને ધ્યાન જેકંઈ શીખ્યો છે એ રમતાં-રમતાં જ શીખ્યો છે. મને મારા દીકરા પર ગર્વ છે.’

urvi shah-mestry mumbai mumbai news