લાઇફલાઇન ન બની જાય કોરોનાલાઇન, મુંબઈગરાઓ કહે છે... નો લોકલ ટ્રેન, પ્લીઝ

29 May, 2020 08:09 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લાઇફલાઇન ન બની જાય કોરોનાલાઇન, મુંબઈગરાઓ કહે છે... નો લોકલ ટ્રેન, પ્લીઝ

લોકલ ટ્રેન

મુંબઈની લાઇફલાઇન ક્યારે પાછી પાટા પર ચડશે? એવો પ્રશ્ન હર કોઈ પૂછી રહ્યું છે. જોકે આશ્ચર્યજનક રીતે લોકલ ટ્રેનમાં જવા માટે અનેક વ્યક્તિ તૈયાર નથી. કોવિડ-19એ ફેલાવેલા ગભરાટને પગલે એક સર્વેમાં ૬૧ ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે ‘અમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે બીજા બેથી ત્રણ મહિના રાહ જોઈશું.’
ધી એનર્જી રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટીઈઆરઆઇ)એ પણ આ જ પ્રકારના મનોભાવનો પડઘો પાડ્યો હતો. એણે જણાવ્યું કે ‘કોવિડ-19 કટોકટીને કારણે શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તનનો પવન ફૂંકાય એવી શક્યતા છે. ભીડવાળી જગ્યાઓ સાથે જાહેર પરિવહનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પગલાં સામે તોળાતા જોખમથી પ્રવાસીઓની પસંદગી પ્રભાવિત થાય એવી શક્યતા છે.’

મુંબઈની લાઇફલાઇન કરતાં લોકજીવનને પ્રાથમિકતા
આ સર્વે ટ્રેનની લોકપ્રિય સ્થાનિક ઍપ બનાવનાર એમ-ઇન્ડિકેટર દ્વારા હાથ ધરાયો હતો અને એનાં પરિણામ આશ્ચર્યજનક હતાં. ઍપના સ્થાપક સચિન ટેકેએ જણાવ્યું કે ‘જો લૉકડાઉન ઉઠાવી લેવાય તો શું લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરશે કે નહીં એ સમજવા માટે ૨૭ મેએ ૫૦,૦૦૦ કરતાં વધુ પ્રવાસીઓનો જાહેર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, એમાં ૬૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે ‘ટ્રેન ફરી શરૂ થઈ જાય તો પણ અમે આગામી બે-ત્રણ મહિના લોકલ ટ્રેનમાં પ્રવાસ નહીં કરીએ.’
ટીઈઆરઆઇએ જણાવ્યું હતું કે ‘૩૫ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉન બાદ અમે કાર્યસ્થળે પહોંચવા માટે અમારા પરિવહનનો પ્રકાર બદલીએ એવી શક્યતા છે. બસ અને મેટ્રો સર્વિસના ઉપયોગમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને શેર્ડ મોબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. એના સ્થાને હવે પ્રાઇવેટ વાહનોન કે ટૅક્સી-ઑટોરિક્ષા જેવાં ઇન્ટરમીડિયેટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધે એવી અપેક્ષા છે. સૌથી મોટો ઘટાડો મેટ્રો સર્વિસ (૯ ટકા), બસ સર્વિસ (૪ ટકા) અને લોકલ ટ્રેન (૧ ટકા)માં જોવા મળ્યો હતો.

mumbai mumbai news rajendra aklekar indian railways mumbai railways