એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને મુંબઈ પોલીસને પોલીસ ચોકી ભેટ આપી

21 January, 2021 01:24 PM IST  |  Mumbai | Mumbai correspondent

એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને મુંબઈ પોલીસને પોલીસ ચોકી ભેટ આપી

એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને મુંબઈ પોલીસને પોલીસ ચોકી ભેટ આપી

મુંબઈ પોલીસને સહાય પૂરી પાડવાનો ટ્રૅક રેકૉર્ડ યથાવત્ રાખતાં એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને ચર્ચગેટ સ્ટેશન સામેના વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વના સ્થળે મુંબઈ પોલીસને પોર્ટાકેબિન પૂરી પાડી છે. ૧૮ જાન્યુઆરીએ સાદાઈપૂર્વક યોજાયેલા એક કાર્યક્રમમાં વેસ્ટર્ન ઝોનના ઝોનલ મૅનેજર સી. વિકાસ રાવના હસ્તે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને પોર્ટાકેબિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈ ઝોન-૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શશીકુમાર મીણા, મુંબઈ પોલીસ અને એલઆઇસીના વેસ્ટર્ન ઝોનના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોર્ટાકેબિન બે ચેમ્બર ધરાવે છે જેમાં એક પોલીસ-કર્મચારીઓ માટે અને બીજી સિનિયર અધિકારીઓ માટે.
આ પ્રસંગે મીણાએ એલઆઇસીએ સમાજ અને મુંબઈ પોલીસને કરેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ભૂતકાળમાં પણ એલઆઇસી ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે મુંબઈ પોલીસને એક પોર્ટાકેબિન અને ૨૦૧૯ અને ૨૦૨૦માં રેઇનકોટ પૂરાં પાડી ચૂક્યું છે.
૧૮ જાન્યુઆરીની સવારે વિકાસ રાવે ચર્ચગેટ સ્ટેશન ખાતે એક્સટિરીયર પૅનલ્સ ખાતે એલઆઇસી બ્રૅન્ડિંગ સાથે પશ્ચિમ રેલવે લોકલ ટ્રેનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુંબઈવાસીઓમાં પહોંચ વિસ્તારવાની એની પ્રવૃત્તિઓના ભાગરૂપે અને બ્રૅન્ડની દૃષ્યતા વધારવાના ભાગરૂપે એલઆઇસી વેસ્ટર્ન ઝોને વેસ્ટર્ન ટ્રેનમાં ૭ અને સેન્ટ્રલ લાઇન પર પાંચ એમ કુલ ૧૨ ટ્રેનોનું બ્રૅન્ડિંગ પણ કર્યું છે.
એલઆઇસી અધિકારીઓ સાથેની વાતચીતમાં ચર્ચગેટ સ્ટેશનના ચીફ કમર્શિયલ મૅનેજરે એલઆઇસી સાથેના તેમના વર્ષોના હકારાત્મક અનુભવો વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે એલઆઇસી આપણા નીતિઘડવૈયાઓના કલ્યાણાર્થે હંમેશાં સક્રિય રહે છે ત્યારે ‘યોગક્ષેમ્ વહામ્યહમ્’નું એલઆઇસીનું સૂત્ર યથાર્થ ઠરે છે. વેસ્ટર્ન રેલવેઝે એના ટ્વિટર હૅન્ડલ પર પણ આ કાર્યક્રમની તસવીરો મૂકી છે.

mumbai mumbai news