આરે મિલ્ક કૉલોનીમાં જોવા મળ્યા વૃક્ષ પર ચડીને આરામ કરતા દીપડા

27 February, 2022 11:21 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

દીપડા ખોરાક પણ વૃક્ષ પર જ લઈ જાય છે, પરંતુ અહીં મુંબઈમાં દીપડો મુખ્ય શિકારી હોવાથી એ કોઈ પણ પ્રકારના ભય વિના જમીન પર જ રમતા રહે છે અને પરિણામે તેમને વૃક્ષ પર ચડીને આરામ કરતા જોવા દુર્લભ છે.’

વૉલિન્ટિયર કુનાલ ચૌધરીએ લીધેલી તસવીર

આરે મિલ્ક કૉલોનીમાં દીપડાના સંરક્ષણ માટે કામ કરતી ટીમના એક સભ્યે આરેના જંગલમાં એક ઝાડ પર બે દીપડાનાં બચ્ચાંનો ફોટો લીધો છે. આમ તો દીપડાને ઝાડ પર આરામ કરતા જોવા એ એક સામાન્ય ઘટના છે, પરંતુ એસજીએનપી અને આરે ફૉરેસ્ટનાં વૃક્ષો પર આરામ કરતા હોવાના ફોટોગ્રાફ ઘણા ઓછા છે.
વન્યજીવપ્રેમી અને આરે મિલ્ક કૉલોનીમાં દીપડાઓને કૅમેરામાં ઝીલવાની ચાલી રહેલી કવાયત સાથે જોડાયેલા કુણાલ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘વિશ્વમાં અન્ય સ્થળોએ દીપડાનો શિકાર કરનારાં પ્રાણીઓની હાજરીને કારણે દીપડાઓ મોટા ભાગે વૃક્ષ પર જ આરામ કરતા હોય છે. દીપડા ખોરાક પણ વૃક્ષ પર જ લઈ જાય છે, પરંતુ અહીં મુંબઈમાં દીપડો મુખ્ય શિકારી હોવાથી એ કોઈ પણ પ્રકારના ભય વિના જમીન પર જ રમતા રહે છે અને પરિણામે તેમને વૃક્ષ પર ચડીને આરામ કરતા જોવા દુર્લભ છે.’

Mumbai Mumbai news ranjeet jadhav aarey colony