ભાંડુપમાં શરૂ થઈ ફ્રી લીગલ ઍડ્વાઇઝ સેલની ઑફિસ

19 December, 2012 07:05 AM IST  | 

ભાંડુપમાં શરૂ થઈ ફ્રી લીગલ ઍડ્વાઇઝ સેલની ઑફિસ

એમાં નાગરિકોને તેમની કાયદાકીય સમસ્યાઓ માટે પ્રોફેશનલ ઍડ્વોકેટ પાસેથી ફ્રીમાં સલાહ આપવામાં આવે છે તેમ જ ગરીબ વર્ગને ફ્રીમાં સમસ્યાઓનું નિરાકરણ પણ કરી આપવામાં આવે છે. આ સુવિધાનો સિનિયર સિટિઝનો ફ્રીમાં લાભ લઈ શકે છે. આ ઑફિસ દર શનિવારે સાંજે ૬થી ૮ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લી રાખવામાં આવે છે.

આ વિશે વધુ માહિતી આપતાં લાયન્સ ક્લબ ઑફ મુંબઈ ઘાટકોપર ગૅલેક્સીનાં પ્રેસિડેન્ટ રેખા સાંગાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે લાયન્સ ઑફ પ્રોફેશનલ્સ અને સંસદસભ્ય સંજય પાટીલ સાથે મળીને ફ્રી લીગલ ઍડ્વાઇઝ સેલની શરૂઆત કરી છે. લાયન્સ ઑફ પ્રોફેશનલ્સમાં ૮૦ ટકા વકીલોનો સમાવેશ છે. ઘણા લોકો વર્ષો સુધી ર્કોટમાં ધક્કા ખાતા હોય છે એ પછી પણ તેમને નિર્ણય મળતા નથી અને અમુક કેસોમાં તો માણસ મૃત્યુ પામે એ પછી ર્કોટમાંથી નિર્ણય આવે છે. એ સિવાય અમુક કેસમાં આર્થિક રીતે નબળા લોકો આનો ભોગ બને છે અને આમાં ઊંડા ફસાતા જાય છે. આવું ન થાય અને લોકોની સમસ્યાઓનો ઉકેલ જલદી આવે જેથી તેઓ હેરાન ન થાય એવા હેતુથી અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દર શનિવારે સાંજે ૬થી ૮ વાગ્યા દરમ્યાન લોકો માટે ખુલ્લી રાખવામાં આવેલી આ ઑફિસમાં દિવસના ૮થી ૧૦ જેટલા કેસ આવે છે તેમ જ ઑફિસમાં ચારથી પાંચ વકીલો બેસે છે, જે નાગરિકોને માર્ગદર્શન આપે છે અને પેપર-વર્કમાં પણ મદદ કરે છે.’

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી