વિદ્યાર્થીઓ લે છે નવા યુગનું શિક્ષણ

17 October, 2022 10:56 AM IST  |  Mumbai | Dipti Singh

આ માટે સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓએ હવે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ, કારકિર્દી મેળાઓ અને વિવિધ વર્કશૉપમાં ભાગ લેવાનું ફરજિયાત બનાવ્યું છે

નિરીક્ષણ દ્વારા સ્ટુડન્ટ્સ દંતચિકિત્સાની મૂળભૂત બાબતો શીખી રહ્યા છે

પ્રારંભિક ઇન્ટર્નશિપથી માંડીને રિઝ્યુમે તૈયાર કરવા, પૈસાની બાબતોને સમજવી, સ્કૂલના સોશ્યલ મીડિયાને હૅન્ડલ કરવું અને એના વાર્ષિક ફેસ્ટનું સંચાલન કરવું આ બાબતોમાં શહેરની શાળાઓ તેમના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ક્ષેત્રમાં આગળ વધારવા અને તેમને જાણકાર શૈક્ષણિક પસંદગીઓ કરવા સક્ષમ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. આટલા વિશાળ અભ્યાસક્રમને કારણે યુવા વિદ્યાર્થીઓ ગ્રૅજ્યુએશન સુધી શક્યતા વિશે અજાણ રહેવાને બદલે દસમા અને બારમા ધોરણની પૂરી થાય ત્યાં સુધીમાં કારકિર્દી માટે તૈયાર થઈ જાય છે.

આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પણ જાહેરાત કરી હતી કે માન્યતાપ્રાપ્ત ભારતીય યુનિવર્સિટીઓમાં તમામ અન્ડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓએ સંશોધન-કૌશલ્ય અને રોજગાર-ક્ષમતામાં સુધારો કરવા માટે આઠથી દસ અઠવાડિયાં માટે રિસર્ચ ઇન્ટર્નશિપ ફરજિયાતપણે લેવી પડશે. આના પગલે વધુ ને વધુ શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓએ હવે એના પર ભાર મૂકીને વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ, કારકિર્દી મેળાઓ અને વિવિધ વર્કશૉપમાં ભાગ લેવો ફરજિયાત બનાવ્યો છે.

૨૦૨૨માં કુલ ૧૫૮ વિદ્યાર્થીઓને ૩૧ ભાગીદાર કંપનીઓ દ્વારા ઇન્ટર્નશિપ ઑફર કરવામાં આવી હતી. ત્યાં તેમણે  માર્ચ અને એપ્રિલ વચ્ચેના એક મહિનાના સમયગાળા માટે ઇન્ટર્નશિપ કરી હતી.

mumbai mumbai news mumbai university