વર્ચ્યુઅલ હિયરિંગમાં વકીલોએ કોટ કે ગાઉન પહેરવાની જરૂર નથીઃ દીપંકર દત્તા

22 May, 2020 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ચ્યુઅલ હિયરિંગમાં વકીલોએ કોટ કે ગાઉન પહેરવાની જરૂર નથીઃ દીપંકર દત્તા

દીપંકર દત્તા

મુંબઈ વડી અદાલતે સ્થાનિક અને નાગપુર, ઔરંગાબાદ, ગોવા બેન્ચના વકીલોને વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલ હિયરિંગમાં સામેલ થતી વેળા કોટ કે ગાઉન પહેરવા ફરજિયાત નહીં હોવાની જાહેરાત કરી હતી. અદાલતમાં રૂબરૂ સુનાવણી વેળાનો ડ્રેસ-કોડ વર્ચ્યુઅલ હિયરિંગમાં અનિવાર્ય નહીં હોવાનું મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તાએ એક પરિપત્ર દ્વારા જણાવ્યું હતું. પરિપત્રમાં વકીલોને આવી છૂટ આપવાનું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નહોતું.

કોરોના રોગચાળાના અનુસંધાનમાં 25 માર્ચે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી હાઈ કોર્ટ તથા અન્ય કોર્ટમાં અર્જન્ટ મૅટર્સની સુનાવણી વિડિયો કૉન્ફન્સિંગ દ્વારા કરવામાં આવે છે. વડી અદાલતે અગાઉ બહાર પાડેલા પરિપત્રમાં વકીલોને વિડિયો કૉન્ફરન્સિંગ વેળા ઉચિત પહેરવેશ ધારણ કરવાની સૂચના આપવામાં આવી હતી. 13 માર્ચે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ શરદ બોબડેએ જણાવ્યું હતું કે કોટ અને ગાઉન પહેરવાથી વાઇરસ લાગવાની શક્યતા હોવાથી વકીલોએ કોટ અને ગાઉન પહેરવાની જરૂર નથી.

mumbai mumbai news nagpur aurangabad goa