RSS વિરુદ્ધ ટિપ્પણી મામલે વકીલે જાવેદ અખ્તરને નોટીસ મોકલી માફી માગવા કહ્યું

22 September, 2021 06:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના વકીલે જાવેદ અખ્તને નોટીસ મોકલી માફી માગવા કહ્યું છે, જાણો સમગ્ર મામલો

જાવેદ અખ્તર

હાલમાં બદનક્ષી કેસ મામલે જાવેદ અખ્તર ખુબ ચર્ચામાં છે. તેવામાં ફરી વધારે ચર્ચામાં આવ્યાં છે. શહેરના એક વકીલે ગીતકાર જાવેદ અખ્તરને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કથિત રીતે ખોટી અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે અને તેના પર તેની માફી માંગવા કહ્યું છે.

વકીલ સંતોષ દુબેએ એમ પણ કહ્યું હતું કે, જો જાવેદ અખ્તર માફી નહીં માગે તો અખ્તર પાસેથી 100 કરોડ રૂપિયાની નુકસાની માંગતો તે ફોજદારી કેસ દાખલ કરશે અને નોટિસ મળ્યાના સાત દિવસમાં તેના તમામ નિવેદનો પાછી ખેંચી લે.

અખ્તરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તાલિબાન અને હિન્દુ ઉગ્રવાદીઓની સરખામણી કરી હતી. વકીલે નોટિસમાં દાવો કર્યો છે કે આવા નિવેદનો આપીને અખ્તરે ભારતીય દંડ સંહિતાની કલમ 499 (માનહાનિ) અને 500 (માનહાનિની સજા) હેઠળ ગુનો કર્યો છે, તેમણે પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ. 

mumbai mumbai news javed akhtar