ભેંસો વધારે દૂધ આપે એ માટે ગેરકાયદેસર મારવામાં આવતાં ઇન્જેક્શનનો મોટો જથ્થો ઉલ્હાસનગરના તબેલામાંથી જપ્ત

19 July, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્હાસનગર કૅમ્પ-૩માં આવેલા એક તબેલા પર દરોડો પાડવામાં આવ્યો હતો

તબેલામાંથી જપ્ત કરેલા ઑક્ઝિટૉસિન ઇન્જેક્શનના સ્ટૉક સાથે FDAના ઑફિસર્સ.

રાજ્યમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના વડપણ હેઠળ હાલ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને અસ્વચ્છ જગ્યાએ થતાં ઉત્પાદન, ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સપોર્ટેશન અને વેચાણ સંદર્ભે રોજેરોજ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. એ અંતર્ગત ઉલ્હાસનગર કૅમ્પ-૩માં આવેલા એક તબેલા પર દરોડો પાડવામાં આવ્યો હતો. એ દરોડા દરમ્યાન ભેંસો વધુ દૂધ આપે એ માટે તેમને ગેરકાયદેસર આપવામાં આવતાં ૬૧૨ ઑક્ઝિટૉસિન ઇન્જેક્શન મળી આવ્યાં હતાં એ જપ્ત કરાયાં છે. આ ઇન્જેક્શન આપવાથી ભેંસ દૂધ તો વધારે આપે છે પણ અેને એ માટે બહુ જ પીડા ભોગવવી પડે છે. એથી એ આપવા પર કાયદાકીય રીતે પ્રતિબંધ છે. 

એટલું જ નહીં, એ ઑક્ઝિટૉસિન ઇન્જેક્શન આપીને જે દૂધ મેળવવામાં આવ્યું હોય એ દૂધ માનવશરીર માટે ખાસ કરીને નાનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક ઠરે છે. એથી જ પ્રશાસન દ્વારા અેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. ઉલ્હાસનગરના એ તબેલાના માલિક સામે ત્યાર બાદ કડક પગલાં લેવામાં આવ્યાં છે.  

mumbai news mumbai ulhasnagar maharashtra government maharashtra news maharashtra food and drug administration