29 November, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડમાં અજગર
મલાડ બસ-ડેપોમાં શુક્રવારે એક મોટો અજગર દેખાતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. બહુ જ લાંબા અજગરને સૂકાં પાંદડાંઓ વચ્ચે સરકતો જોઈ હાજર લોકોએ એનો મોબાઇલમાં વિડિયો લઈ લીધો હતો જે ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ પછી અજગરને રેસ્ક્યુ કરાયો કે નહીં એ વિશે કોઈ પાકી માહિતી મળી શકી નહોતી.