મુંબઈ: 35 વર્ષ સુધી ચલાવેલા કેસની મહેનત માથે પડી

26 June, 2020 07:11 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈ: 35 વર્ષ સુધી ચલાવેલા કેસની મહેનત માથે પડી

અરવિંદ બોરીચા

કારમાઇકલ હિલની ભેખડ ધસી પડતાં ૧૯૮૫માં ૧૯ જણનાં મોત થયાં હતાં. એ ઘટનામાં પરિવારના ૭ જણને ગુમાવનાર અરવિંદ બોરીચાએ વળતર મેળવવા માટે કેસ કર્યો હતો. આટલાં વર્ષો બાદ સેશન્સ કોર્ટે એ કેસ એમ કહીને રદ કર્યો છે કે આ કેસમાં અરજદારે બીએમસીને આ બદલ નોટિસ આપી નહોતી.

ઘટનાના દિવસે ૧૯૮૫ની ૨૫ જૂને એ ગોઝારા દિવસે ભારે વરસાદ પડ્યો હતો અને મુંબઈના એ વખતના બહુ જાણીતા એવા ઉષા કિરણ બિલ્ડિંગની બાજુની જમીન ધસી પડી હતી જેને કારણે ઉષા કિરણ બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ અને સ્વિમિંગ-પૂલની વૉલ માટી અને પાણીના જબરદસ્ત પ્રવાહ સાથે ધસી પડી હતી. એ વખતે નીચેની બાજુએ એમપી મિલ કમ્પાઉન્ડમાં રહેતા લોકોના બેઠી ચાલનાં ઘરો પર પડતાં કુલ ૧૯ જણનાં મોત થયાં હતાં. એ વખતે અરજદાર અરવિંદ બોરીચા ૧૯ વર્ષના હતા. એ દુર્ઘટનામાં તેમની માતા, ભાઈ, બે બહેન, ૩ (ભત્રીજી અને ભત્રીજા)નાં મોત થયાં હતાં. ૧૯૮૮માં અરવિંદ બોરીચા ઉષા કિરણ બિલ્ડિંગનો સ્વિમિંગ-પૂલ ગેરકાયદે હોવાથી તેમની સામે કેસ કર્યો હતો. આરટીઆઇમાં એ બાબત જણાઈ આવી હતી. અરવિંદ બોરીચાએ કહ્યું હતું કે મેં આ કેસ લડવા માટે ૨૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે.

આ કેસ ૨૦૧૨માં હાઈ કોર્ટે સેશન્સે કોર્ટને ટ્રાન્સફર કર્યો હતો. સેશન્સ કોર્ટે હવે એમ કહીને એ કેસ રદ કરી દીધો છે કે એ દીવાલ બાંધવી, એને મેઇન્ટેઇન કરવી અને એનું સમારકામ કરાવવું એ સોસાયટીની ફરજ છે. જો સોસાયટી સામે કેસ કરવો હોય તો સોસાયટીને એ બાબતે નોટિસ આપવી જરૂરી છે, એટલું જ નહીં, એ ઉપરાંત બીએમસીને પણ આ બાબતે બેદરકારી દર્શાવી હોવાથી નોટિસ આપવી જરૂરી છે જે અપાઈ નથી. અરજદાર અરવિંદ બોરીચા આ બાબતે હાઈ કોર્ટમાં નવી અરજી કરવાના છે.

mumbai news brihanmumbai municipal corporation bombay high court shirish vaktania