Mumbai: કાંદિવલી મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી

04 August, 2020 05:07 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: કાંદિવલી મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સમતા નગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલીમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ઍરપોર્ટ અને શહેર તરફ જનારા રાજમાર્ગને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. રૂટ ડાવર્ઝન કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનની લોકેશન ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઑફિસની નીચે છે.

નોંધનીય છે કે મુંબઇ પોલીસ આ ઘટના બાદ ટ્રાફિક જામ ન થાય તે અંગે ધ્યાન આપી રહી છે. અને ટ્વીટ દ્વારા માહિતી પણ આપી રહી છે. જો કે, આ અકસ્માતમાં કોઇપણ જાનહાનિ થઈ નથી, પણ આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકો માટે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

નીચલા વિસ્તારોમાં ભરાયું પાણી
મુંબઇ અને ઉપનગરોમાં મૂશળધાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું છે. 4 અને 5 ઑગસ્ટમ માટે હવામાન વિભાગે રેડ અલર્ટ પણ જાહેર કરી દીધું છે. દાદર ટીટી, હિંદમાતા, સાયન, ભાંડુપ, મુલુંડ, લોઅર પરેલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

હવામાન વિભાગે વરસાદની આપી ચેતવણી
હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી બાદ મુંબઇ નગર નિગમે હાઇ અલર્ટ જાહેર કરી દીધો છે. બધી સંબંધિત એજન્સીઓને તૈયાર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકડવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે એનડીઆરએફ એકમોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વરસાદને કારણે સામાન્ય લોકોને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જીગર શાહ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "મારે સવારે 40 મિનિટ લાગી માત્ર આ વિસ્તારમાંથી પસાર થતાં એ પણ ત્યારે જ્યારે હું સવાે 7.30 વાગ્યાની આસપાસ ત્યાંથી ત્યાંથી પસાર થતો હતો. એટલું જ નહીં અહીં વરસાદ પણ ખૂબ જ પડી રહ્યો છે. પણ આ બધાં વચ્ચે સારી વાત એ પણ છે કે ટ્રાફિક પોલીસ ત્યાં છે. અને તેઓ આખી રાત કામ કરી રહ્યા છે આટલા વરસાદની મુશ્કેલીઓ છતાં તેઓ કામ કરી રહ્યા છે."

mumbai mumbai news