ઘાટકોપરમાં કચ્છી વેપારીની હત્યા

08 November, 2011 08:24 PM IST  | 

ઘાટકોપરમાં કચ્છી વેપારીની હત્યા

 

દિનેશ ઠક્કરના મૃત્યુની જાણ કમલેશ ઠક્કરને કઈ રીતે થઈ એ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘શનિવારે રાત્રે મારી ભાભીનો ફોન આવતાં હું કારખાને ગયો. ત્યાં તાળું જોઈને મને થયું કે ભાઈ ઘરે ગયા હશે અને કારીગરો બીજા દિવસે રવિવાર હોવાથી ફરવા નીકળી ગયા હશે, પણ બીજા દિવસેય દિનેશભાઈ ઘરે ન આવતાં હું કારખાને ગયો તો જોયું કે તાળું હતું. મને થયું કે કદાચ રવિવારની રજાને લીધે કારખાનામાં કામ કરતા મજૂરો ભાઈના ઘરે ન આવવાની વાતથી અજાણ હશે અને ફરવા ગયા હશે, પણ જ્યારે હું સોમવારે કારખાને ગયો અને તાળું જોયું એટલે મને શંકા ગઈ અને પોલીસને બોલાવી કારખાનાનું તાળું તોડાવ્યું તો અંદર દિનેશભાઈના ગળા પર વાયર વીંટાળેલા હતા અને તેમનું લોહીલુહાણ શરીર ત્યાં પડ્યું હતું.’

દિનેશ ઠક્કરને નવ વર્ષનો પુત્ર અને સાત વર્ષની પુત્રી એમ બે સંતાનો છે. પોલીસે તપાસ કરતાં જણાયું હતું કે કારખાનામાં કામ કરનારી વ્યક્તિઓનો સામાન ત્યાં નહોતો કે ન તો બે મજૂરોનો કોઈ પત્તો હતો એટલે પોલીસને એ બન્ને મજૂરો પર જ શંકા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.