મુંબઈ એરપોર્ટમાં કૃણાલ પંડ્યાની થઈ પૂછપરછ, જાણો કેમ?

12 November, 2020 08:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટમાં કૃણાલ પંડ્યાની થઈ પૂછપરછ, જાણો કેમ?

ફાઈલ ફોટો

ક્રિકેટ કૃણાલ પંડ્યા હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) ટુર્નામેન્ટ રમીને UAEથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પહોંચ્યો હતો. જોકે એરપોર્ટમાં આવતા કૃણાલની મુશ્કેલીઓ વધી છે કારણ કે એરપોર્ટ સત્તા તેની પૂછપરછ કરી રહી છે.

એએનઆઈના અહેવાલ પ્રમાણે ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઈન્ટલીજન્સ (DRI)ના સૂત્રોએ કહ્યું કે, યુએઈથી આવતા કૃણાલ પંડ્યાને અટકાવીને તેમની પૂછપરછ કરવામાં આવી છે કારણ કે શંકા છે કે કૃણાલ પાસે જાહેર કર્યા વિનાનું સોનુ અને અન્ય કિંમતી વસ્તુઓ છે.

હાલમાં કસ્ટમ અધિકારીઓ ક્રિકેટરની પૂછપરછ કરીને સોનાના દસ્તાવેજો માગી રહ્યા છે. નિયમના હિસાબે એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેનાર વ્યક્તિ રૂ.50 હજાર સુધીનું સોનું ભારતમાં લાવે તો તે ડ્યૂટી-ફ્રી હોય છે. તેમ જ મહિલાઓ માટે રૂ.1 લાખ સુધીની છૂટ છે. જોકે આ નિયમો ફક્ત સોનાના ઝવેરાતો માટે છે. સોનાના સિક્કા અને બિસ્કિટ ઉપર ડ્યૂટી ચૂકવવી પડે છે.

krunal pandya mumbai airport