કોલ્હાપુરમાં અસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા

07 February, 2021 11:18 AM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

કોલ્હાપુરમાં અસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં અધિકૃત રીતે તરફેણ કરવા બદલ કથિત રીતે ૨૦ લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ કોલ્હાપુર શહેરના અસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.

અસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે યાર્ન મિલની જમીનનું સરકારી મૂલ્યાંકન કરવા માટે મિલના અધ્યક્ષ પાસેથી ૪૫ લાખ રૂપિયાની લાંચ માગી હોવાનું જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે કોલ્હાપુરની જૉઇન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રેશનની ઑફિસમાં લાંચના ૨૦ લાખ રૂપિયા લેતી વેળાએ આરોપી અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

kolhapur mumbai mumbai news