અહીં લૉકડાઉન દરમિયાન પણ 30 બાળકોની હાર્ટસર્જરી વિના અડચણે કરાઇ

16 July, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અહીં લૉકડાઉન દરમિયાન પણ 30 બાળકોની હાર્ટસર્જરી વિના અડચણે કરાઇ

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન દરમિયાન સમગ્ર મહારાષ્ટ્રમાંથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે બાળદર્દીઓ પર સફળતાપૂર્વક પીડિયાટ્રિક હાર્ટ સર્જરીઓ કરી. કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે (KDAH) કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ ઇમરજન્સી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાનું જાળવી રાખ્યું છે. લોકડાઉનને કારણે ઇમરજન્સી કેસો આવવાના બંધ થયા ન હોવાથી KDAHએ સમગ્ર મહારાષ્ટ્રમાંથી કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ (CHD) ધરાવતા બાળકોમાં 30 સફળ પીડિયાટ્રિક હર્ટ સર્જરીઓ હાથ ધરી હતી, જેથી ગંભીર રોગોમાં દર્દીઓ સમયસર સારવાર મળી હતી. આ સર્જરીઓ કોવિડ-19 લોકડાઉનના ગાળાના 90થી વધારે દિવસોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં સફળતાનો દર 100 ટકા હતો.

દર્દીઓમાં 7 દિવસના બાળકથી લઈને 14 વર્ષના કિશોરો સામેલ હતા, જેઓ મહારાષ્ટ્રનાં 11 જિલ્લાઓના હતા. આ જિલ્લાઓમાં હિંગોળી, કોલ્હાપુર, નાન્દેડ, નાશિક, સાંગલી, જલગાંવ, ઓસ્માનાબાદ, પૂણે, થાણે, મુંબઈ તેમજ ભારતનાં અન્ય કેટલાંક રાજ્યોના સામેલ હતા.

આ દર્દીઓમાં 7 દિવસની બાળકી સૌથી નાની હતી, જે મુંબઈમાં કોવિડ 19 કન્ટેઇન્મેન્ટ ઝોન ધારાવીની હતી. એને આર્ક રિપેર માટે ઇમરજન્સી સર્જરીની જરૂર હતી. આ સર્જરી કોવિડ-19ના સંપૂર્ણ આચારસંહિતા અને કડક માર્ગદર્શિકાનું પાલન કરીને હાથ ધરવામાં આવી હતી. આ એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી અને બે અઠવાડિયા પછી બાળકને રજા આપવામાં આવી હતી. અત્યારે આ બાળકી સંપૂર્ણપણે સાજી હતી.

અન્ય એક કેસ નાશિકમાંથી 3 મહિનાના બાળકનો આવ્યો હતો, જેના માતાપિતાએ ફેરી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને જટિલ પ્રક્રિયા કરવા KDAHની મુલાકાત લીધી હતી. વળી સાંગલીમાંથી 1 વર્ષ 4 મહિનાના બાળકને હૃદયમાં છીદ્રની સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને તાત્કાલિક સર્જરીની જરૂર હતી, જે સફળતાપૂર્વક હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી હતી.

સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક ઓથોરિટીઝ સાથે KDAH ઓથોરિટીઝે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચે એ માટે એની સફર સરળ રહે એ માટે ઇ-પાસ માટે વ્યવસ્થા કરીને પ્રવાસની સમસ્યા દૂર કરવાથી લઈને ઇન્ટરસિટી/જિલ્લાની હદે હાઇવે પર પોલિસી અધિકારીઓ સાથે વાત કરી હતી. કોવિડ રોગચાળા અને લૉકડાઉનને કારણે તમામ પડકારોનો સામનો કરીને સર્જરી પૂર્ણ કરવા KDAHના ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના ડૉ. સુરેશ રાવે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે દેશ લૉકડાઉનમાં હતો, ત્યારે CHD માટે 30 સફળ હાર્ટ સર્જરી કરવા બદલ અમને ગર્વ છે. આ બાળકોને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી. સારવારના લાભ સામે વિલંબના જોખમને ધ્યાનમાં લીધા પછી અમે સર્જરીઓ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે કોઈ પણ પ્રકારનો વિલંબ નુકસાન કરી શકતો હતો.”

KDAHનાં સીઇઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે, “કોવિડ રોગચાળા વચ્ચે પણ અમે ઉચિત સાવચેતીઓ અને આચારસંહિતા લાગુ કરીને જીવન બચાવતી સર્જરીઓ હાથ ધરવાનું ચાલુ રાખ્યું હતું. કોવિડ અને નોન-કોવિડ સારવારની વ્યવસ્થા સંપૂર્ણપણે અલગ કરવામાં આવી હતી, જેથી બંને વિભાગના દર્દીઓને એકબીજાનો ચેપ લાગે નહીં. આ બાળકોને નવું જીવન આપવાની અમને ખુશી છે.”

પીડિયાટ્રિક કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. સ્નેહલ કુલકર્ણીએ કહ્યું હતું કે, માતાપિતાઓને એ વિચારીને નિરાશ થવાની જરૂર નહોતી કે, તેમનું બાળક CHDનો સામનો કેવી રીતે કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “વહેલાસર નિદાનથી ઉચિત સારવારમાં મદદ મળે છે અને બાળકનો સામાન્ય વિકાસ કરવામાં મદદ મળી શકે છે, જેથી એ સુખી અને સ્વસ્થ જીવન જીવી શકે છે. KDAHમાં અમારું વિઝન CHD ધરાવતા બાળકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થવાનું છે, જેથી એમને નવજીવન મળે.”

lockdown kokilaben dhirubhai ambani hospital