સાંગલીમાં એક જ પરિવારના 25 સભ્યોનો રિપોર્ટ કેવી રીતે આવ્યો પૉઝિટિવ?

31 March, 2020 07:33 AM IST  |  Sangli | Agencies

સાંગલીમાં એક જ પરિવારના 25 સભ્યોનો રિપોર્ટ કેવી રીતે આવ્યો પૉઝિટિવ?

પ્રતીકાત્મક તસવીર

સાંગલીના ઇસ્લામપુર તાલુકામાં નજીકમાં રહેઠાણ ધરાવતા હોવાથી એક જ પરિવારના ૨૫ સભ્યોમાં કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાની સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. શરૂઆતમાં ૨૩ માર્ચે સાઉદી અરેબિયાથી આવેલા પરિવારના ચાર સભ્યોને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો, લગભગ એક જ અઠવાડિયાના સમયગાળામાં બે વર્ષના બાળક સહિત પરિવારના બીજા ૨૧ સભ્યોને પણ એનો ચેપ લાગ્યો હતો.

સ્થાનિક વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે અત્યાર સુધી માત્ર પરિવારના લોકોમાં જ ચેપ લાગ્યો છે, સામાજિક સ્તરે ચેપ લાગ્યો હોવાનું નોંધાયું નથી. ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જ્યન સી. એસ. સાળુંખેએ કહ્યું હતું કે તમામ પેશન્ટ એક જ પરિવારના હતા તથા તેઓ નજીકમાં જ રહેતા હતા અને પરિવારના મોટા ભાગના સભ્યો દિવસમાં અનેક વેળા એકમેકને સ્પર્શ કરતા હતા.

કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ જો ઘરમાં છીંકે તો એના છાંટા ઘરમાંની ચીજો પર પડે જેને ઘરના તમામ સભ્યો હાથ લગાડતા હોય છે, આ રીતે જ વાઇરસ ફેલાયો હશે એમ અધિકારીઓનું માનવું છે.

શરૂમાં જ ચેપની જાણકારી મળતાં પરિવારના ઘણા સભ્યો જેમને રોગનો ચેપ નહોતો લાગ્યો તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પરિવારના જ હોય પણ ઘનિષ્ઠ સંપર્ક ન ધરાવતા હોય તેવા ૩૨૫ સભ્યોને પણ હોમ ક્વૉરન્ટીન કરાયા છે.

maharashtra mumbai mumbai news sangli coronavirus covid19