કિરીટ સોમૈયા આજે કોલ્હાપુર જઈ હસન મુશ્રીફ સામે નોંધાવશે ફરિયાદ

27 September, 2021 03:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કિરીટ સોમૈયાએ સોમવારે કહ્યું હતું કે તેઓ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ કોલ્હાપુર પ્રવાસની તેમની અગાઉની જાહેરાત અને ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફ સામે ફરિયાદ નોંધાવવાને લઈ પાછળ હટશે નહીં.

કિરીટ સોમૈયા

ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ સોમવારે કહ્યું હતું કે તેઓ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ કોલ્હાપુર પ્રવાસની તેમની અગાઉની જાહેરાત અને ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફ સામે ફરિયાદ નોંધાવવાને લઈ પાછળ હટશે નહીં.

ગત અઠવાડિયે, સોમૈયાની તેના મુંબઈના ઘરમાં અને બાદમાં કરાડ જિલ્લામાં પોલીસે અટકાયત કરી હતી. તેને કોલ્હાપુર જવાની પરવાનગી નહોતી. કોલ્હાપુરના જિલ્લા કલેક્ટર રાહુલ રેખાવારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને ટાંકીને જિલ્લામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

ભાજપના નેતાએ કહ્યું કે, `હું મુશરીફ સામે બે ખાંડ મિલો સર સેનાપતિ સુગર ફેક્ટરી અને અપ્પાસાહેબ નલવાડે  સુગર ફેક્ટરીમાં છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરીશ. કોલ્હાપુર જિલ્લાના કાગલ મતવિસ્તારમાં મુરુડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.`

એનસીપીના વરિષ્ઠ મંત્રી મુશ્રીફ કાગલ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. એનસીપીના કાર્યકરોએ સોમૈયાને જિલ્લામાં સુગર ફેક્ટરીઓની મુલાકાત લેવા સામે ચેતવણી આપી હતી. આ સાથે જ મુરુડ કાગલ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમૈયાને કોલ્હાપુરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો.

સોમૈયાએ કહ્યું કે,`મુલુંડમાં મારા નિલમ નગર નિવાસસ્થાને મારી માતાના આશીર્વાદ લીધા પછી, હું દાદરના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈશ. બપોરે 3 વાગ્યે હું પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરથી મારી કોલ્હાપુર યાત્રા શરૂ કરીશ.`

mumbai mumbai news kirit somaiya bharatiya janata party