કિરીટ સોમૈયાએ હવે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું

04 November, 2021 06:58 PM IST  |  Mumbai | Karan Negandhi

કિરીટ સોમૈયાએ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પૂર વસૂલાત કારણો મુદ્દો ઉછાળ્યો છે.

ફાઇલ ફોટો

ભાજપના નેતા કિરીટ સોમૈયા છેલ્લા કેટલાક વખતથી તેમના નિવેદનો અને ટ્વિટને કારણે સમાચારોમાં રહ્યા છે. તે અવારનવાર રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને વખોડતા રહ્યા છે. હવે  સોમૈયાએ ફરી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કિરીટ સોમૈયાએ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પૂર વસૂલાત કારણો મુદ્દો ઉછાળ્યો છે. નોંધનીય છે કે કિરીટ સોમૈયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઘટાડી છે.

કિરીટ સોમૈયાએ ટ્વિટ કરી કહ્યું કે “મહારાષ્ટ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ માટે ₹29.25 GST (મહારાષ્ટ્ર સરકાર ટેક્સ) વસૂલ કરે છે જ્યારે ભારત સરકાર (GOI) મુંબઈમાં ₹32.90 વસૂલે છે. ભારત સરકારે પેટ્રોલ પર GST ઘટાડ્યો, શું ઠાકરે સરકાર હવે પેટ્રોલ પર GST સ્ટેટ ટેક્સ ઘટાડશે?”

દરમિયાન કોમેન્ટમાં એક વિકી (નવનીત) નામના ટ્વિટર યઝરે કિરીટ સોમૈયાનું ધ્યાન દોરતા લખ્યું કે “GST ઘટ્યો? શું એક્સાઈઝ ડ્યુટી અને GST સમાન છે? રાજ્યોએ વેટ ઘટાડવો પડશે. જે ફરી GST નથી. સર, યોગ્ય આદર સાથે કૃપા કરીને ઓછામાં ઓછું સાચું ટ્વિટ કરો. હું પણ ભાજપનો કટ્ટર સમર્થક છું, પરંતુ ઈંધણ પરના ટેક્સને GST નામ આપવાથી લોકો મૂંઝવણમાં મૂકાઈ જશે.”

બીજા એક અરુણ સિંહ નામના વ્યક્તિએ લખ્યું કે “સાહેબ, હજુ પણ પેટ્રોલિયમ ઉત્પાદનો GSTના દાયરાની બહાર હોવાથી થોડી સુધારાની જરૂર છે. રાજ્ય સરકારો હજુ પણ પોતપોતાના રાજ્યોમાં આવા ઉત્પાદનોના વેચાણ પર વેટ વસૂલ કરી રહી છે.”

mumbai news maharashtra kirit somaiya