દેશમુખ બાદ હવે NCP અને શિવસેનાના નેતાનો વારો, બધા સુધી પહોંચતા હતા વસુલીના પૈસા: કિરીટ સોમૈયા

05 November, 2021 07:32 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya)એ NCP અને શિવસેના પર નિશાન સાધ્યું છે.

કિરીટ સોમૈયા

મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil deshmukh)ની મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya)એ NCP અને શિવસેના પર નિશાન સાધ્યું છે. એક અખબારની કટિંગ શેર કરતા કિરીટ સોમૈયાએ લખ્યું છે કે `અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી છે. હવે અન્ય નેતાઓનો વારો છે. રિકવરી ફંડનો ઉપયોગ પુત્ર, જમાઈ, ભાગીદાર અને અનિલ પરબ સહિત શિવસેના અને એનસીપીના નેતાઓ સુધી થતો હતો. હકીકતે  મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ અનિલ દેશમુખ સીબીઆઈ અને ઈડીના નિશાના પર આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

મની લોન્ડરિંગ કેસની જાળ અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખ સુધી પહોંચી છે. દેશમુખની ધરપકડ બાદ EDએ તેમના પુત્ર ઋષિકેશને પણ સમન્સ પાઠવ્યા છે. તેને શુક્રવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા મામલામાં ED તેમના પુત્રની પૂછપરછ કરશે.

પરમબીર સિંહે ગંભીર આક્ષેપો કર્યા હતા
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે લાંચ અને ગેરકાયદે વસૂલાતનો કેસ ખુલ્લો હતો. આ પછી તેણે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ ગૃહમંત્રી રહીને સચિન વાજે દ્વારા દર મહિને 100 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા. ત્યારથી અનિલ દેશમુખ પણ શંકાના દાયરામાં આવ્યા અને CBI અને ED આ મામલાની તપાસ કરી રહી છે. દેશમુખની ગયા અઠવાડિયે જ ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news kirit somaiya nationalist congress party shiv sena