રિકવરીને છેલ્લા ઉપાય તરીકે જોતા કિંગફિશરના ધિરાણકારો

22 October, 2012 05:06 AM IST  | 

રિકવરીને છેલ્લા ઉપાય તરીકે જોતા કિંગફિશરના ધિરાણકારો


એ સાથે જ કિંગફિશર ઍરલાઇન્સને જલદી રોકાણકાર મળી ગયો તો બહુ જલદી ફરીથી ઉડાણ ભરી શકશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. આર્થિક સંકટમાં સપડાઈ ગયેલી કિંગફિશર ઍરલાઇન્સનું શનિવારે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું અને આગામી આદેશ ન મળે ત્યાં સુધી એ કોઈ ઉડાણ ભરી શકશે નહીં એવી જાહેરાત પણ કરી હતી. એક પબ્લિક સેક્ટરની ધિરાણ આપતી સંસ્થાના સિનિયર અધિકારીના કહેવા મુજબ સંસ્થા પાસે ગિરવી  મૂકેલી મિલકતોને વેચીને પણ અમે માત્ર ૧૦થી ૧૫ ટકા જેટલી રકમ જ મેળવી શકીશું એટલે રિકવરીનો ઑપ્શન છેલ્લો રાખ્યો છે. આ બૅન્કના ૫૦૦ કરોડ રૂપિયા કિંગફિશરમાં અટવાયા છે. ૧૭ જેટલી બૅન્કનો સંઘ ધરાવતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૧૫૦૦ કરોડ રૂપિયા કિંગફિશરમાં અટવાયા છે. એના કહેવા મુજબ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી કિંગફિશરનું ઉડાણ બંધ હતું એટલે ડીજીસીએ એનું  લાઇસન્સ રદ કરે એમાં નવાઈની વાત નથી. જોકે અમે ઇચ્છીએ છીએ કે કંપની બહુ જલદી ફરી શરૂ થાય અને અમારા પૈસા ચૂકવી દે. અન્ય એક ધિરાણકારે કહ્યું હતું કે ‘ડીજીસીએ દ્વારા કિંગફિશરનું લાઇસન્સ સસ્પેન્ડ કરવું એ એક ફૉર્માલિટી હતી. બાકી તેમનું કામ તો ત્રણ અઠવાડિયાં પહેલાંથી જ બંધ થઈ ગયું હતું.’