ખારમાં ૧૪ વર્ષની છોકરી બની બળાત્કારને કારણે ગર્ભવતી

11 September, 2012 05:26 AM IST  | 

ખારમાં ૧૪ વર્ષની છોકરી બની બળાત્કારને કારણે ગર્ભવતી

જોકે તે ગર્ભવતી થતાં તેના પરિવારને આખરે જાણ થઈ હતી. એને આધારે પરિવારે ખાર પોલીસ-સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ખારપોલીસ અત્યારે તે યુવકને શોધી રહી છે.

ટીનેજર પર થયેલા બળાત્કારની માહિતી આપતાં ખાર પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ખાર (વેસ્ટ)માં આવેલી સુધરાઈની કૉલોનીમાં રહેતી ૧૪ વર્ષની ટીનેજરને તેના જ વિસ્તારમાં રહેતો અને મારામારી કરવી, ધમકી આપવી જેવા ગુનામાં સંડોવાયેલો ૩૨ વર્ષનો વિશાલ તાંબે એપ્રિલમાં રિક્ષામાં બેસાડીને તેની સાથે લઈ ગયો હતો. તે ટીનેજરને ખાર રેલવે-સ્ટેશન રોડ પર આવેલી એક દુકાનની પાછળના ખુલ્લા વિસ્તારમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. જોકે ગભરાઈ ગયેલી ટીનેજરે આ બાબતે તેના ઘરના લોકોને જણાવ્યું નહોતું. બળાત્કારને કારણે ગર્ભવતી બનેલી ટીનેજરમાં આવેલા શારીરિક ફેરફારને કારણે ગઈ કાલે આખરે તેના પરિવારને આ બાબતની જાણ થઈ હતી અને તેમણે વિશાલ તાંબે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમે ટીનેજરનું મેડિકલ ચેક-અપ કરાવ્યું છે અને વિશાલ તાંબે વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.’