ખંડાલાને પવનચક્કી વીજળી

11 February, 2013 06:08 AM IST  | 

ખંડાલાને પવનચક્કી વીજળી

વળી એની મદદથી સ્ટેશનને પાવર સપ્લાય આપવામાં આવી છે. જાણીતા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ખંડાલામાં આ પાઇલટ પ્રોજેક્ટ એક મહિનાથી સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે. રેલવે-સ્ટેશનની નજીક એક મોટી પવનચક્કી તથા ટર્બાઇન બેસાડવામાં આવ્યાં છે. એ ઉપરાંત સોલર પૅનલની મદદથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

સેન્ટ્રલ રેલવેના અધિકારીઓના મતે પવનચક્કીની મદદથી ૫.૧ કિલોવૉટ અને સોલર પૅનલની મદદથી ૧ કિલોવૉટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સ્ટેશનના તમામ પંખા અને ટ્યુબલાઇટ માટે કુલ ૮ કિલોવૉટ પાવરની જરૂર છે. આમ અંદાજે ૮૦ ટકા વીજળી આ રીતે મેળવવામાં આવે છે. બાકીની ૨૫ ટકા જરૂરિયાત મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કૉર્પોરેશન લિમિટેડ પાસેથી મેળવવામાં આવે છે. ખંડાલા

રેલવે-સ્ટેશનમાં આ બિનપરંપરાગત ઊર્જાસ્રોત માટે સેન્ટ્રલ રેલવેએ ૧૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. આવા જ પ્રોજેક્ટ ખોપોલી તથા માથેરાનમાં પણ શરૂ કરવાની સેન્ટ્રલ રેલવેની યોજના છે.