18 મહિલાઓ આવી રીતે છુપાવીને લઈ જતી હતી 1.55 કરોડનું સોનુ, કસ્ટમવાળાએ પકડી પાડી

21 December, 2021 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇ કસ્ટમ્સની એર ઇન્ટેલિજેન્સ યૂનિટે કેન્યાની 18 મહિલાઓને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અટકાવવામાં આવી. આ મહિલાઓ પાસે 3.85 કિલો સોનું હતું, જેનું મૂલ્ય લગભગ 1.55 કરોડ રૂપિયા જણાવવામાં આવ્યું.

ફાઇલ તસવીર

તસ્કરોનું મગજ ખૂબ જ ઝડપથી દોડતું હોય છે. તેમને લાગે છે કે તે પોલીસની આંખોમાં ધૂળ ઝોંકી શકે છે. પણ કદાચ તેમને અંદાજ નહોતો કે કાયદાની પહોંચ ઘણે દૂર સુધી હોય છે. તાજેતરમાં જ મુંબઇ કસ્ટમ્સની એર ઇન્ટેલિજેન્સ યુનિટે કેન્યાની 18 મહિલાઓની છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અટકાવવામાં આવી. આ મહિલાઓ પાસે 3.85 કિલો સોનુ હતું, જેની કિંમત લગભગ 1.55 કરોડ કહેવામાં આવી. અને હા, મહિલાઓ જે રીતે ગોલ્ડ છુપાડીને લઈ જતી હતી, તેનો તાગ સામાન્ય માનવીઓને તો મળી જ ન શકે.

આ રીતે છુપાવ્યું હતું ગોલ્ડ
`ધ ઇન્ડિયન એક્સપ્રેસ`ના સમાચાર પ્રમાણે, આ મહિલાઓ નાયરૉબી (Nairobi)થી શારજાહ (Sharjah)ના રસ્તેથી ભારત પહોંચી હતી. તે શવરમા, ગ્રાઉન્ડ કૉફી બૉટલ અને બૂટમાં સોનાના નાના નાના બાર સંતાડીને લાવી હતી. અહીં સુધી કે કેટલીક મહિલાઓએ તો પોતાના અંડરગારમેન્ટ્સમાં પણ સોનું સંતાડ્યું હતું. સૂત્રો પ્રમાણે, બધી મહિલાઓ એક જ ફ્લાઇટમાં પહોંચી હતી.

એક મહિલાની થઈ ધરપકડ
હાલ, AIU (ઍર ઇન્ટેલિજન્સ યૂનિટે) એક જ મહિલાની ધરપકડ કરી છે. કારણકે તેની પાસેથી પરવાનગીની લિમિટ કરતા વધારે સોનું મળ્યુ. જ્યારે અન્ય 17 મહિલાઓના અનડિક્લેયર્ડ ગોલ્ડને જપ્ત કરીને તેમને છોડી દેવામાં આવી.

શરૂઆતની તપાસ પ્રમાણે મહિલાઓ કોઈ સ્મગલિંગ ગેન્ગનો ભાગ નથી. તો સીક્રેટ સૂત્રોનું કહેવું છે કે આમાંથી મોટાભાગની મહિલાઓ ગરીબ હતી, જે કેન્યાથી ઓછી કિંમતે સોનુ લાવી હતી અને મુંબઇમાં વધારે કિંમતે વેચવા માગતી હતી. તે ગયા મહિને એઆઇયૂએ દુબઈથી દેશમાં 77 લાખ રૂપિયાની કિંમતના 1.71 કિલો સોનાની તસ્કરીના આરોપમાં ઍરપૉર્ટ પર બે પ્રવાસીઓેને અટકાવી તેમની ધરપકડ કરવામાં આવી.

Mumbai mumbai news Crime News