માસ્ક ન પહેરનારાઓ પાસેથી KDMCએ 2 દિવસમાં વસૂલ્યો ૧.૩૫ લાખ રૂપિયાનો દંડ

28 June, 2020 02:46 PM IST  |  Mumbai Desk | Agencies

માસ્ક ન પહેરનારાઓ પાસેથી KDMCએ 2 દિવસમાં વસૂલ્યો ૧.૩૫ લાખ રૂપિયાનો દંડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ અને ડોમ્બિવલીની મનપાએ કોવિડ-19 મહામારી દરમ્યાન જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી માત્ર બે દિવસમાં ૧.૩૫ લાખ રૂપિયા કરતાં વધુનો દંડ વસૂલ્યો હતો.

યાદીમાં જણાવ્યા પ્રમાણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિ. કૉર્પોરેશને ઘરની બહાર નીકળીને માસ્ક ન પહેરનારા ૨૭૦ લોકો પાસેથી ૧.૩૫ લાખ રૂપિયા વસૂલ્યા હતા. બી વૉર્ડમાંથી ૬૭,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે મ્યુનિસિપાલિટીના આઇ વૉર્ડમાં નિયમ ભંગના સૌથી ઓછા બનાવ બન્યા હતા. સત્તાવાર આંકડા અનુસાર શુક્રવારે કેડીએમસીની હદમાં કોવિડ-19ના ૩૫૮ કેસ નોંધાયા હતા.

mumbai mumbai news thane