કસબ જેલમાં શાંત રહેવા શીખે છે કરાટે

13 September, 2012 05:14 AM IST  | 

કસબ જેલમાં શાંત રહેવા શીખે છે કરાટે


શરૂઆતમાં એકાંત અને જેલના વાતાવરણને કારણે અકળાઈ જતો કસબ તેનો પહેરો કરતા કર્મચારીઓ સાથે વાત કરવાની કોશિશ કરતો, પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ ન મળતાં ઉશ્કેરાઈ જતો. જોકે હવે જેલ-અધિકારીઓ દ્વારા તેના ઉશ્કેરાટને શાંત કરવા તેને રોજ એક કલાક કરાટે શીખવા મોકલવામાં આવે છે. ત્યાં તેને કોઈ પણ સાધનો આપવામાં આવતાં નથી; પણ આ સેશન દરમ્યાન તેની હતાશા, ચીડ, ઉશ્કેરાટ બધું જ નીકળી જાય છે. ફિઝિકલ એક્સરસાઇઝ અને માર્શલ આર્ટની તાલીમને કારણે હવે તે બહુ જ શાંત રહે છે. એક કલાકની આ એક્સરસાઇઝ પછી કસબ બહુ જ ખાય છે અને બાકીના ૨૩ કલાક શાંત રહે છે.