ભગવા આતંકવાદને ઉઘાડો પાડવા બદલ હેમંત કરકરેનો આભાર માન્યો

17 November, 2011 09:36 AM IST  | 

ભગવા આતંકવાદને ઉઘાડો પાડવા બદલ હેમંત કરકરેનો આભાર માન્યો



આરોપીઓ સલમાન ફારસી, શબ્બીર અહમદ, નુરુલહુદા દોહા, રઈશ અહમદ, મોહમ્મદ જાહિદ અને ફારુક અન્સારીને ગઈ કાલે આર્થર રોડ જેલમાંથી છોડવામાં આવ્યા હતા; જ્યારે અબરાર અહમદને બધી પ્રોસીજર પૂરી કરવામાં આવ્યા બાદ ભાયખલા જેલમાંથી છોડવામાં આવ્યો હતો. બાકીના બે આરોપીઓ આસિફ ખાન અને મોહમ્મદ અલીને પણ જામીન મળ્યા હતા, પરંતુ તેઓ ૨૦૦૬ના ટ્રેન બ્લાસ્ટ કેસના પણ આરોપીઓ છે. મોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) કોર્ટે ૫ નવેમ્બરે નવ આરોપીઓને ૫૦,૦૦૦ રૂપિયાની શ્યૉરિટી પર જામીન આપ્યા હતા, કારણ કે આ કેસની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની જામીનની અરજીનો વિરોધ નહોતો કર્યો. આરોપીઓને અઠવાડિયામાં એક વાર લોકલ પોલીસ-સ્ટેશનમાં હાજરી આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે.