ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરને NCBનું સમન્સ

17 December, 2020 09:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરને NCBનું સમન્સ

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

બૉલીવુડમાં ડ્રગ્સ રેકેટની તપાસ કરનારી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરને સમન્સ મોકલ્યું છે. NCB કરણ જોહરને બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટ અંગે પૂછપરછ કરવા માગે છે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે તેઓને ક્યારે NCB ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાનું છે.

કેટલાંક દિવસ પહેલાં કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીના વાયરલ વીડિયોનો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું હતું કે તેમના ઘરમાં ડ્રગ્સની પાર્ટી થઈ હતી.

સૂચિત વીડિયોની પહેલો ફોરેન્સિક રિપોર્ટ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં NCBને મળ્યો હતો. આ રિપોર્ટમાં વીડિયોને સંપૂર્ણપણે અસલી ગણાવવામાં આવ્યો હતો. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારની એડિટિંગ થઈ હોવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે 8 જુલાઈ 2019નાં રોજ કરણ જોહરે આ હાઉસ પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં દીપિકા પાદુકોણ, મલાઈક અરોડા, અર્જુન કપુર, શાહિદ કપુર, વરૂણ ધવન, જોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી અને રણવીર કપૂરની સાથે અન્ય લોકો હાજર હતા. પાર્ટીનો વીડિયો પોતે કરણ જોહરે શૂટ કરીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ આ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગનો આરોપ લાગ્યો હતો.

karan johar anti-narcotics cell