કંગનાની જીત, HC એ કહ્યું 'ખોટા ઇરાદે' કરાઇ અભિનેત્રીની ઑફિસમાં તોડફોડ

27 November, 2020 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કંગનાની જીત, HC એ કહ્યું 'ખોટા ઇરાદે' કરાઇ અભિનેત્રીની ઑફિસમાં તોડફોડ

કંગના રણોત

મુંબઇ હાઇકૉર્ટ (Mumbai High Court) શુક્રવારે સવારે 11 વાગ્યે બોલીવુડ અભિનેત્રી કંગના રણોત (Bollywood Actress Kangana Ranaut)ની ઑફિસ (Office)ના તોડફોડ મામલે નિર્ણય સંભળાવાની હતી જે તેણે કંગનાના હકમાં નિર્ણય આપ્યો છે.

હકીકતે ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે મુંબઇ સ્થિત ઑફિસમાં બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડ વિરુદ્ધ હાઇ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. 5 ઑક્ટોબરના હાઇકૉર્ટે દરેક પક્ષની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અભિનેત્રી કંગના રણોત (Kangana Ranaut) અને બીએમસી (BMC) વિવાદ પર શુક્રવારે બૉમ્બે હાઇકૉર્ટ (Bombay High Court)એ કંગનાના પક્ષમાં નિર્ણય લીધો. બૉમ્બે હાઇ કૉર્ટે કહ્યું કે આ વાતના પ્રમાણ છે કે સ્ટ્રક્ચર પહેલાથી હાજર હતી. બીએમસી (BMC)ની કાર્યવાહી ખોટાં ઇરાદે કરવામાં આવી હતી. ઉચ્ચ ન્યાયાલયે બીએમસીના ધ્વસ્તીકરણ (Demolition)ના આદેશને નિરસ્ત કરી દીધો છે. કંગનાને થયેલા નુકસાનના આકલન માટે મૂલ્યાંકન કર્તાને નિયુક્ત કરવાની વાત કહી જેથી વળતરની ચોક્કસ રકમ નક્કી કરી શકાય.

બૉમ્બે હાઇકૉર્ટે અરજીકર્તા (કંગના રણોત)ને સાર્વજનિક મંચ પર વિચારો રાખવામાં સંયમ રાખવા માટે કહ્યું, પણ સાથે એ પણ કહ્યું કે કોઇપણ રાજ્ય દ્વારા કોઇક નાગરિકે કરેલ ગેરજવાબદારીપૂર્વક ટિપ્પણીઓની અવગણના કરવામાં આવે છે. કોઇક નાગરિકની એવી ટિપ્પણીઓ માટે રાજ્યની આ રીતે કોઇ કાર્યવાહી કાયદા પ્રમાણે ન થઈ શકે.

બીએમસીએ 9 સપ્ટેમ્બરના કંગના રણોતના બંગલાનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. કંગનાએ આરોપ મૂક્યો હતો કે શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ તેમના તરફથી આપેલા નિવેદનોને કારણે બીએમસીએ આ કાર્યવાહી કરી છે. તો, બીએમસીનો દાવો હતો કે કંગનાની ઑફિસમાં ગેરકાયદેસર નિર્માણ હતું.

બીએમસીએ તેની ઑફિસમાં 14 'ઉલ્લંઘનો'ને સૂચીબદ્ધ કર્યું હતું. આમાં એ પણ સામેલ હતું કે કિચનની જગયાએ ટૉયલેટ બનાવામાં આવ્યું છએ અને ટૉયલેટના સ્થાને ઑફિસ બનાવવામાં આવ્યું છે.

bollywood bollywood news bollywood gossips kangana ranaut mumbai mumbai news bombay high court