ડીજીસીએની ચેતવણી, નિયમનો ભંગ કરશો તો રદ થશે ફ્લાઇટ

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Agency

ડીજીસીએની ચેતવણી, નિયમનો ભંગ કરશો તો રદ થશે ફ્લાઇટ

ફાઈલ ફોટો

જે ઍરલાઇનની ચાલુ ફ્લાઇટમાં વિમાનની અંદરનાં કે બહારનાં દૃશ્યોની અથવા ઍરલાઇનના પૅસેન્જર દ્વારા ઍરોડ્રોમ પર તસવીરો કે વિડિયો લેવાની પ્રવૃત્તિની ફરિયાદ મળશે, એ ફ્લાઇટની ઍરલાઇનના સંબંધિત રૂટનું શેડ્યુલ પખવાડિયા માટે રદ કરવાનો આદેશ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન્સ (ડીજીસીએ)ના તંત્રે બહર પાડ્યો હતો. ઍરલાઇન ચાલુ ફ્લાઇટમાં ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરનાર સામે પગલાં લીધાંની ખાતરી કરાવે ત્યાર પછી જ એ રૂટની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે.

ગઈ ૯ સપ્ટેમ્બરે ઇન્ડિગો ઍરલાઇન્સની ચંડીગઢ-મુંબઈ ફ્લાઇટમાં અભિનેત્રી કંગના રનોટની તસવીરો અને વિડિયો લેવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડીજીસીએના તંત્રે નવો પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યો હતો. સત્તાવાર નિયમો પ્રમાણે DGCAની પરવાનગી વગર એ રીતે ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરી શકાતી નથી.

mumbai mumbai news kangana ranaut