કાંદિવલીમાં સ્કૂલની બાજુમાં જ જોખમ

24 October, 2014 04:28 AM IST  | 

કાંદિવલીમાં સ્કૂલની બાજુમાં જ જોખમ

કાંદિવલી-વેસ્ટમાં મહાવીરનગરમાં આવેલી પરમાનંદ જેઠાનંદ પંચોલિયા હાઈ સ્કૂલની એકદમ બાજુમાં આવેલા નાળાની પાળી તૂટી ગઈ હોવાને કારણે સ્કૂલ છૂટવાના અથવા શરૂ થવાના સમયે વિદ્યાર્થીઓ અથવા રાહદારીઓ એમાં પડી જાય એવી શક્યતા રહે છે, પરંતુ સુધરાઈ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી જેને કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય છે.


આ વિશે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના પેરન્ટ નીલેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા અનેક મહિનાથી સેફ્ટી માટેની નાળાની પાળી તૂટેલી હાલતમાં છે, જેના પર સુધરાઈ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આને કારણે સ્કૂલમાં ભણતાં નાનાં બાળકો એમાં પડી જવાનો ભય રહે છે. એમાંય કાર કે ટૂ-વ્હીલર પર આવતા વિદ્યાર્થીઓ એ બાજુ જ ઊતરે છે. એથી વિદ્યાર્થીઓ સહિત એમના પેરન્ટ્સે પણ ખૂબ ચેતીને રહેવું પડે છે.

એ સિવાય આ વિસ્તાર રેસિડેન્શિયલ હોવાને કારણે રાતદિવસ રાહદારીઓની અવરજવર રહે છે અને રાતના સમયે અંધારું હોવાથી અજાણ્યા માણસને પાળી ન હોવાની જાણ ન રહેતાં એ તરફ વળી જાય છે. આ નાળામાં fવાન, બિલાડી એમ અનેક પ્રાણીઓ પડી ગયાં છે અને મૃત્યુ પણ પામ્યાં છે. એથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને એ માટે સુધરાઈએ સમયસર પગલાં લેવાં જોઈએ.’
આ વિશે સુધરાઈના અધિકારી સાથે વાત કરતાં તેમણે વાત કરવાનું ટાïYયું હતું.