મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

04 November, 2011 09:09 PM IST  | 

મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

 

પોસ્ટ-ઑફિસનું હૅન્ડલિંગ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા અહેવાલ આવ્યાના થોડા દિવસ પછી ૧૮ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આટલા  લોકોની નિયુક્તિ કરવામાં આવ્યા પછી પણ પોસ્ટ-ઑફિસમાં કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. આને કારણે હજારો લેટર અને ડૉક્યુમેન્ટ્સના ઢગલા ઑફિસની બહાર અથવા તો અમુક વખત રસ્તા પર મૂકવા પડે છે.

ગોરાઈ, બોરીવલી-વેસ્ટ, કાંદિવલી-વેસ્ટ, મલાડ, માલવણી, મીઠચૌકી જેવા વિસ્તારો મોટી લોકવસ્તી ધરાવે છે. અહીં લેટરોના ઢગલાઓ પડ્યા રહેતા હતા. કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં આ પત્રો લોકો સુધી પહોંચાડવા માટેનો સ્ટાફ ન હોવાને કારણે હાલમાં ઑફિસની ખરાબ પરિસ્થિતિ છે. પોતાના પત્ર સમયસર મળતા ન હોવાથી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે. કાંદિવલી-વેસ્ટમાં લાલચંદ ભવનની જૂની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦૦૦ સ્ક્વેર મીટરની જગ્યાએ પોસ્ટ-ઑફિસ છે. આ ઑફિસને ૧૯ વર્ષની લીઝ પર લેવામાં આવી છે, પરંતુ કર્મચારીઓની અછતને કારણે લોકોને પોતાના પત્રો સમયસર મળતા જ નહોતા. અમુક વાર તો પત્રો સમયસર ન મળવાને કારણે લોકોને ઘણું નુકસાન થાય છે.