બાપ્પા મોરિયા રે.... કરો ગણપતિ દર્શન, જુઓ તસવીરો

24 September, 2012 09:09 AM IST  | 

બાપ્પા મોરિયા રે.... કરો ગણપતિ દર્શન, જુઓ તસવીરો


વધુ તસવીરો અપડેટ થતી રહેશે...



બોરીવલી (વેસ્ટ), કૈલાસ અપાર્ટમેન્ટ, વિજય સેલ્સની પાછળ, શાસ્ત્રીનગર, કૈલાસ યુવા મંડળ. વર્ષ ૧૪મું,  ૭ દિવસ, ઊંચાઈ ૧૧ ફૂટ. વિશેષતા: આ મંડળે સાદી રીતે ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. મંડળે આ વર્ષે આર્શીવાદ આપી રહ્યા હોય એવા સ્વરૂપની મૂર્તિ પધરાવી હતી.



બોરીવલી (ઈસ્ટ), ખુશાલ હેરિટેજ, સુઇરાઈની સ્કૂલની પાછળ, દત્તપાડા રોડ, બાપા સીતારામ મિત્ર મંડળ. વર્ષ ૧૫મુંં, ૧૧ દિવસ, ઊંચાઈ સવાત્રણ ફૂટ. વિશેષતા : મંડળના કાર્યકરો મૂર્તિ પસંદ કરવા ગયા ત્યારે તેમને દહિસરની એક વર્કશૉપમાં પાંચ મુખ ધરાવતા ગણેશજીની આ મૂર્તિ પસંદ પડી જતાં લઈ લીધી હતી. એના પર મંડળે ડાયમન્ડ વર્ક કરાવ્યું છે. મંડળ વિસર્જનના દિવસે ભજન અને પૂજાનો કાર્યક્રમ રાખે છે. મંડળે સાદું ડેકોરેશન કર્યું છે.



ગોરેગામ (વેસ્ટ), મોતીલાલનગર નંબર ૧, રોડ-નંબર ૨, આંબેડકર ગાર્ડન સામે, બાલ ગણેશ મિત્ર મંડળ. વર્ષ ૪થું, ૧૧ દિવસ, ઊંચાઈ ૭.૫ ફૂટ. વિશેષતા : મંડળે આ વર્ષે સાદી રીતે ગણેશોત્સવની ઉજવણી કરી છે અને ડેકોરેશન પણ સિમ્પલ રાખ્યું છે. જોકે આચરેકર નામના મૂર્તિકારની મૂર્તિ આકર્ષક છે અને એને જોનારા જોતા જ રહી જાય છે. મંડળના કાર્યકરો જ બધું ડેકોરેશન કરે છે અને કોઈ મોટો ખર્ચ કરતા નથી.




મલાડ (વેસ્ટ), સાધના બિલ્ડિંગ, લિબર્ટી ગાર્ડન ૨ અને ૩, શ્રી ગજાનન બાલ મિત્ર મંડળ. વર્ષ ૯મું, ૭ દિવસ, ઊંચાઈ ૬ ફૂટ. વિશેષતા : મંડળના તમામ મેમ્બરો યુવાન છે અને તેમણે જાતે જ ગણેશ મંડપમાં મૂકવામાં આવનારાં બૅનરો, મૂર્તિની જ્વેલરીની ડિઝાઇન અને સજાવટ કયાર઼્ હતાં. આ વખતે પણ તેઓ બે મહિના પહેલાં મૂર્તિ લઈ આવ્યા હતા અને એના પર જ્વેલરી અને મોતીકામ કરીને એની મનમોહક સજાવટ કરી છે. મંડપમાં દુપટ્ટા અને રંગીન કાપડથી સજાવટ કરવામાં આવી છે જેને કારણે ભગવાનની મૂર્તિ વધુ આકર્ષક લાગે છે.



દહિસર (ઈસ્ટ), ઓમ અરુણ અપાર્ટમેન્ટ, ત્રીજા માળે, રવીન્દ્ર હોટેલ પાસે, એસ. વી. રોડ :  વર્ષ ૭મું, ૫ દિવસ, ઊંચાઈ ૨૮ ઇંચ. વિશેષતા : નવનીત ચુડાસમાએ આ વર્ષે તેમના ઘરે ગણપતિમાં અમિ્રતસરના ગોલ્ડન ટેમ્પલની પ્રતિકૃતિ ઊભી કરી હતી જેને બનાવતાં ત્રણ મહિના લાગ્યા હતા. ૧૨ ફૂટ લાંબા, આઠ ફૂટ ઊંચા અને ચાર ફૂટ પહોળા આ ગોલ્ડન ટેમ્પલને બનાવવા માટે તેમણે થર્મોકોલ, બ્રાસની રેલિંગ્સ, પ્લાયવુડ અને ગોલ્ડન રંગનો ઉપયોગ કર્યો હતો. આ મંદિરમાં તેમણે ગણેશજીની સ્થાપના કરી હતી.
દર્શન કરવા આવનારે માથા પર રૂમાલ બાંધીને આવવું પડે એવો નિયમ તેમણે બનાવ્યો હતો અને ગોલ્ડન ટેમ્પલમાં મળે છે એવો શીરો પ્રસાદરૂપે આપવામાં આવતો હતો. દર્શન કરવા આવનારને જાણે અમૃતરતસરના ગોલ્ડન ટેમ્પલમાં આવ્યાની અનુભૂતિ થતી હતી.



કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગરમાં પંચશીલ હાઇટ્સ બિલ્ડિંગના ૧૪મા માળે ફ્લૅટ-નબંર એ-૧૪૦૨માં રહેતા પ્રકાશ ચાંદવાણીના ઘરે ગણેશજીની મૂર્તિ લાવવાનું આ ૨૯મું વર્ષ છે. તેઓ ૧૧ દિવસ માટે ગણપતિ લાવે છે જેની ઊંચાઈ ૨૨ ઇંચની હોય છે. પ્રકાશ ચાંદવાણીના ઘરની મૂર્તિ કાંદિવલીના મૂર્તિકાર વિજય ખોતે બનાવી છે. સફેદ રંગની આ મૂર્તિને સિલ્વર જ્વેલરી પહેરાવી છે. ગણપતિની સજાવટમાં કરેલી થીમની વાત કરતાં પ્રકાશ ચાંદવાણી કહે છે, ‘અહીં અષ્ટવિનાયકનાં દર્શનની થીમ પર સંપૂર્ણ સજાવટ કરવામાં આવી છે. બૅકગ્રાઉન્ડમાં આકાશનું દૃશ્ય ફ્લેક્સો પ્રિન્ટ છે, જ્યારે અષ્ટવિનાયક માટે પ્લાસ્ટર ઑફ પૅરિસના બૉક્સનો ઉપયોગ કયોર્ છે. વુડન સ્ટિક્સ, પેઇન્ટ, સ્ટોન, રેડિયમ સ્ટિકર અને દીવાનો ઉપયોગ કરીને સજાવટમાં આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ સજાવટ મારા મિત્રો રાકેશ શેટ્ટી, આશિષ પબારી અને સુનીલ ગુરબાણીએ સાથે મળીને કરી છે.’



કાંદિવલી (વેસ્ટ), શેઠ ગોકુલદાસ હકમચંદ નિવાસ, મથુરાદાસ રોડ, શાંતિલાલ મોદીના બંગલા સામે, શ્રી ગોકુલ ગણેશોત્સવ મંડળ. ૨૫મું વર્ષ, ૭ દિવસ, ઊંચાઈ ૮ ફૂટ. શેઠ ગોકુલદાસ હકમચંદ નિવાસ બિલ્ડિંગમાં રહેતા નાગર વણિક યુવાનોએ શરૂ કરેલા આ ગણેશોત્સવ મંડળની આ વર્ષે રજત જયંતી ઉજવણી છે. પહેલેથી જ મંડળ લોકો પાસેથી કોઈ પ્રકારનું ડોનેશન લેતું નથી, યુવાનો જ બધો ખર્ચ ભોગવે છે. ભગવાન ગણેશ ઢોલ અને શહેનાઈ પર બિરાજમાન છે. ડેકોરેશન માટે પ્લાયવુડ અને રંગીન કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગ હાલમાં રી-ડેવલપમેન્ટમાં ગયું છે, પણ બિલ્ડરે ગણેશોત્સવ માટે જગ્યા આપી છે.



વિલે પાર્લે (વેસ્ટ), ઇન્દિરાનગર નંબર-૨, રસરાજ ગલી, મીઠીબાઈ કૉલેજની પાછળ, યુથ ગ્રુપ. વર્ષ ૭મું, ૭ દિવસ, ઊંચાઈ ૩ ફૂટ. વિશેષતા: યુવાનોના બનેલા યુથ ગ્રુપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પર ચાર કિલો ચંદન પાઉડરનો લેપ કરીને એક અલગ પ્રકારની મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મૂર્તિને પહેરાવવામાં આવેલાં આભૂષણો પણ ચંદનના લાકડામાંથી બનાવવામાં આવ્યાં છે.



કાંદિવલી (વેસ્ટ), ફ્લૅટ-નંબર ૧, અમન સ્પિ્રંગ, ૧૬મા માળે, દહાણુકરવાડી. વર્ષ ૫મું, દોઢ દિવસ, ઊંચાઈ ૨૦ ઇંચ. વિશેષતા : વિજય વ્યાસના ઘરે આ વર્ષે બાપ્પાને પારણામાં ઝુલાવવાની થીમ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નકામા પડેલા ઘોડિયાને ગોલ્ડન રંગથી રંગીને એમાં હિંડોળો બનાવીને બાપ્પાને ઝૂલામાં મૂકવામાં આવ્યા હતા. ગણપતિબાપ્પાને બાળપણથી જ મોદક ખાવાનો શોખ હતો એ દર્શાવવા માટે તેમણે સાત પ્રકારના કુલ ૫૦૧ મોદકનો ભોગ ચડાવ્યો હતો.