કાંદિવલીમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

03 November, 2014 05:47 AM IST  | 

કાંદિવલીમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

પોલીસના જણાવ્યા મુજબ ૨૩ વર્ષનો આરોપી સુરેશ પાંડે કાંદિવલી (વેસ્ટ) માં ભંગારનો વ્યવસાય કરે છે. આરોપીએ આ અગાઉ આ જ બાળકી પર બળાત્કાર કરવાનો બે વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ પોતાના પ્રયાસોમાં તે નિષ્ફળ નીવડ્યો હતો.

 શનિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે બાળકી તેના ઘર પાસે મિત્રો સાથે રમી રહી હતી ત્યારે સુરેશે ત્યાં આવી બાળકીને ચૉકલેટની લાલચ આપીને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકી પર બળાત્કાર કરી અકુદરતી કૃત્ય કર્યું હતું. દરમ્યાન બાળકીનો ભાઈ ઘરે આવ્યો અને બાળકીને ન જોતાં તેણે શોધ શરૂ કરી હતી. બાળકીના ભાઈને અગાઉના બનાવો પરથી આરોપી પર શંકા હતી એથી તે આરોપીની રૂમે ગયો હતો જ્યાં તેણે આ બીભત્સ દૃશ્ય જોયું હતું. બાળકીના ભાઈએ તરત જ આરોપીને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી હતી. એમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની બાબત પુરવાર થઈ હતી.

 કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહિપતિ પાંઢારમિસે જણાવ્યું હતું કે ‘બાળકીના ભાઈની ફરિયાદ પરથી અમે આરોપીની ધરપકડ કરી છે. બાળકીના મેડિકલ રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સાબિત થયું છે.’